મહિસાગરમાં થાર ગાડી પર સાયરન અને લાલ-વાદળી લાઈટ લગાવી રોફ જમાવવાનો પ્રયાસ કરનાર સામે પોલીસની કડક કાર્યવાહી | Akhand Bharat Dainik
મહિસાગરમાં થાર ગાડી પર સાયરન અને લાલ-વાદળી લાઈટ લગાવી રોફ જમાવવાનો પ્રયાસ કરનાર સામે પોલીસની કડક કાર્યવાહી
MAHISAGAR | By Akhand Bharat Team | Published:
સ્થાનિક
મહિસાગરમાં થાર ગાડી પર સાયરન અને લાલ-વાદળી લાઈટ લગાવી રોફ જમાવવાનો પ્રયાસ કરનાર સામે પોલીસની કડક કાર્યવાહી
મહિસાગર જિલ્લામાં થાર ગાડી પર સાયરન તેમજ લાલ-વાદળી લાઈટો લગાવી સોશિયલ મીડિયા પર વીડિયો અને ફોટા દ્વારા રોફ જમાવવાનો પ્રયાસ કરનાર યુવક સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ જેવી ઓળખ ઉભી કરીને જાહેર માર્ગો પર રોફ બતાવવાનો પ્રયાસ કરનાર સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી કાયદાનો પાઠ ભણાવ્યો છે.
સોશિયલ મીડિયામાં ‘હીરો’ બનવા માટે કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે મહિસાગર પોલીસની કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો છે કે કાયદાથી ઉપર કોઈ નથી.તલાર જયેશ