SURENDRANAGAR | By Akhand Bharat Team | Published:
શિક્ષણ જગત
શિક્ષક
*સ્વચ્છતા હી સેવા ૨૦૨૬*
*સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે. એસ. યાજ્ઞિકની ઉપસ્થિતિમાં ઓવનગઢ ગામે સફાઈ ઝુંબેશ યોજાઈ
'સ્વચ્છતા હી સેવા ૨૦૨૬' અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઓવનગઢ ગામે સુરેન્દ્રનગરના જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે. એસ. યાજ્ઞિકની ઉપસ્થિતિમાં ગ્રામ્ય કક્ષાએ સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામને સ્વચ્છ અને સુઘડ બનાવવાના સંકલ્પ સાથે સમગ્ર ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા.
આ અભિયાન અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં સઘન સફાઈની જરૂરિયાત ધરાવતા જાહેર સ્થળોની 'ક્લીનલીનેસ ટાર્ગેટ યુનિટ' (CTU) તરીકે ઓળખ કરવામાં આવી હતી. આ ઓળખાયેલા સ્થળો પર સ્થાનિક સ્વરાજ્યની ટીમ અને ગ્રામજનો દ્વારા એકસૂત્રતા સાથે શ્રમદાન કરીને સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ તકે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ઉપસ્થિત ગ્રામજનોને સ્વચ્છતાનું મહત્વ સમજાવી, સ્વચ્છતાને માત્ર એક દિવસીય કાર્યક્રમ ન ગણતા તેને પોતાની દૈનિક ટેવ બનાવવા જણાવ્યું હતું. સરકારી તંત્ર અને ગ્રામજનોની સક્રિય લોકભાગીદારીથી જ 'સ્વચ્છ ગામ, સુંદર ગામ'નું સપનું સાકાર થઈ શકે છે. આ સફાઈ ઝુંબેશમાં પંચાયતના પ્રતિનિધિશ્રીઓ, તાલુકા અને ગ્રામ પંચાયતના અધિકારીશ્રીઓ તેમજ ગ્રામજનો જોડાયા હતા. યોગેશ મકવાણા