સોમવારથી મોરબી જિલ્લાનાના ગ્રામ સેવકો દ્વારા ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર
MORBI | By Akhand Bharat Team | Published:
રાજનીતિ
સોમવારથી મોરબી જિલ્લાનાના ગ્રામ સેવકો દ્વારા ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ દ્વારા આપેલા આંદોલાત્મક કાર્યક્રમ અંતર્ગત આજ રોજ તારીખ 21/09/2026 ના રોજ થી મોરબી જિલ્લાના તમામ તાલુકાના ગ્રામસેવક દ્વારા ઓનલાઇન કામગીરી નો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધેલો છે આ નિર્ણયથી મોરબી જિલ્લાના ખેડૂતોને ભારે હલાકી પહોંચી છે હાલમાં આઇ ખેડુત પોર્ટલ દ્વારા વિવિધ ઓજારોની સબસીડી ની કામગીરી ચાલુ હોવાથી ઓનલાઇન કામગીરી નો બહિષ્કાર કરવાથી ખેડૂતોને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે છે. આવીને આવી પરિસ્થિતિ લાંબો સમય ચાલુ રહેશે તો ખેડૂત અને સરકાર વચ્ચેની જોડતી કડી ખોરવાઈ જશે અને સરકાર શ્રી દ્વારા અપાતી સહાય થી ઘણા બધા ખેડૂતો સહાયથી વંચિત રહેશે.