સૂર્યા ફાઉન્ડેશન સંચાલિત સૂર્યા આદર્શ ગામ યોજના અંતર્ગત સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ, ખેરંચા ખાતે ત્રિદિવસીય શિક્ષક પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રશિક્ષણ શિબિરમાં આસપાસના કુશકી, નવાવેણપુર, ખારી, ટીંટોઈ અને ખેરંચા ગામોના કુલ ૧૦ શિક્ષકશ્રીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પ્રશિક્ષણ પૂર્ણ કર્યા બાદ આ શિક્ષકો પોતાના ગામોમાં નિઃશુલ્ક સૂર્યા બાલ સંસ્કાર કેન્દ્ર તેમજ સૂર્યા યુથ ક્લબની શરૂઆત કરી બાળકો અને યુવાનોના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરશે.ત્રણ દિવસ દરમિયાન શિક્ષકોને વિવિધ શિક્ષણ પદ્ધતિઓ અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ, યોગ અને ધ્યાન, ભારતીય પરંપરાગત રમતો, વ્યક્તિત્વ વિકાસ સહિતના વિવિધ વિષયો અંગે વ્યવહારુ પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. શિક્ષકોને બાળકોમાં સંસ્કાર, શિસ્ત, આત્મવિશ્વાસ, રાષ્ટ્રભાવના તથા સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું.શિબિર દરમિયાન શિક્ષકોને પોતાના ગામના બાળકો અને યુવાનો સાથે સતત જોડાઈને શિક્ષણ તથા સંસ્કારના માધ્યમથી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રેરણા આપવામાં આવી હતી.આ પ્રસંગે સૂર્યા આદર્શ ગામ યોજનાના પ્રમુખ શ્રી પ્રમોદ આસરે જી, ઝોન પ્રમુખ શ્રી શિવકુમાર રાજવડે જી, ગુજરાત આદર્શ ગામ યોજનાના પ્રમુખ શ્રી મહીપતભાઈ સુથાર, સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલના મેનેજર શ્રી દલપત જી, શ્રી જયદીપ જી સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.શિબિરના અંતે પ્રશિક્ષણાર્થી શિક્ષકોએ પોતાના ગામોમાં બાલ સંસ્કાર કેન્દ્ર અને યુથ ક્લબના માધ્યમથી શિક્ષણ, સંસ્કાર, રમતગમત અને વ્યક્તિત્વ વિકાસની વિવિધ પ્રવૃત્તિઓને આગળ ધપાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.**“ગામના બાળકો અને યુવાનોના સર્વાંગી વિકાસ દ્વારા આદર્શ ગામ નિર્માણ”**ના સંકલ્પ સાથે યોજાયેલી આ ત્રિદિવસીય શિબિર શિક્ષકો માટે જ્ઞાન, અનુભવ અને નવીન શિક્ષણ પદ્ધતિઓ શીખવાનો મહત્વપૂર્ણ અવસર બની રહી હતી.