સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા યોજાયેલ ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી | Akhand Bharat Dainik
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા યોજાયેલ ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી
VADODARA | By Akhand Bharat Team | Published:
મનોરંજન
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા યોજાયેલ ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા યોજાયેલ ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના એન.એસ.એસ. દ્વારા યોજાયેલ ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ નીમિતે “સુવર્ણ દિન પુસ્તક પરીચય” ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જે પુસ્તક ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદી સાહેબ વિશે લેખક શ્રી ગીરીશભાઈ શર્માએ લખેલુ છે. આ કાર્યક્રમના મુખ્ય લેખક શ્રી ગીરીશભાઈ શર્મા હતા. આ કાર્યક્રમમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલના જાણીતા ગુજરાતી કલાકર સુંદર નું પાત્ર ભજવતાં શ્રી મયુરભાઈ વાકાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો.મનિષ રાવલ સાહેબ, પ્રો.ડૉ.રણછોડ રથવી, પ્રો.ડૉ.જયદિપસિંહ ચૌહાણ, ડૉ.યજુવેંદ્રસિંહ જેઠવા, ડૉ.રવિન્દ્ર સિંહ રાજપુરોહિત, યુનિવર્સિટીના સર્વે અધ્યાપકશ્રીઓ, વહિવટી સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના મુખ્ય વકતા શ્રી ગીરીશભાઈ શર્માએ “સુવર્ણ દિન પુસ્તક પરીચય” દ્વારા ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અનેક પ્રસંગો જણાવી કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેને માન.વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદી સાહેબે કરેલ કાર્યોની વિસ્તૃત જાણકારી આપી હતી અને માન.વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદી સાહેબના જીવનમાંથી પ્રેરણા લઈને આપણે પણ દેશ સેવા માટે કાર્ય કરવા માટે કહ્યુ હતું. આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલના જાણીતા ગુજરાતી કલાકર સુંદર નું પાત્ર ભજવતાં શ્રી મયુરભાઈ વાકાણીએ જણાવ્યુ હતુ કે, માન.વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી અને કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેને પ્રતિજ્ઞા લેવડાવી હતી. મારૂ જે કર્મ છે તે હું નિષ્ઠાપૂર્વક કરીશ.શ્રીમયુરભાઈ વાકાણીએ સર્વેને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલના પોતાના પાત્ર સુંદર દ્વારા મનોરંજન કરાવ્યુ હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ.મનિષ રાવલ સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યુ હતુ, આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન એન.એસ.એસ.ના પ્રોગ્રામ કોઓર્ડીનેટર પ્રો.ડૉ.રણછોડ રથવીએ કર્યુ હતું. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી વતી પ્રો.ડૉ.રણછોડ રથવીએ ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નીમિતે શુભેચ્છાઓ આપી અને તેમના દિર્ધાયુ અને માં ભારતીની સતત સેવાઓ કરતા રહે તેવી સર્વે વતી પ્રાર્થના કરી હતી. આ સમગ્ર કાર્યક્રમનું એન્કરીંગ ડૉ.મીતાબેન વ્યાસે કર્યુ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યુનિવર્સિટીના દરેક ડિપાર્ટમેંટના અધ્યક્ષશ્રીઓ, અધ્યાપકશ્રીઓ, અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ફાળો આપ્યો હતો.