પંચમહાલની ધરતી પર ગુંજ્યો સેવા અને વિકાસનો નારો! વડનગરથી વારાણસી નીકળેલી ભવ્ય બાઈક રેલીનું પંચમહાલ જિલ્લામાં શાનદાર આગમન થયું છે! ચંદ્રપુરા ચોકડી ખાતે પરંપરાગત આદિવાસી લોકનૃત્ય અને 'વિકસિત ભારત'ના સાંસ્કૃતિક નૃત્ય સાથે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સેવાયાત્રા દરમિયાન હાલોલ ખાતે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીમાં આયોજિત કૃષિ પરિસંવાદમાં ઉપસ્થિત રહી ખેડૂતો સાથે આત્મીય સંવાદ કર્યો.કુદરતી ખેતી, નવીન કૃષિ પદ્ધતિઓ અને ખેડૂતોના વિચારોને જાણવાનો આ સંવાદ ખૂબ જ પ્રેરણાદાયી રહ્યો. ખેડૂતોના ખેતરથી મળતા અનુભવ અને યુનિવર્સિટીના સંશોધન-જ્ઞાન વચ્ચેનો આ સંવાદ ગુજરાતની કૃષિને નવી દિશા આપવાની ક્ષમતા ધરાવે છે