(૨)*ન્યૂઝ રિપોર્ટર ઘિસારામ ચૌધરી**ડાંગના જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.કે.વસાવા (IAS) નો સેવા નિવૃત્તિ સન્માન સમારંભ યોજાયો :*આહવા
DANG | By Akhand Bharat Team | Published:
General
(૨)*ન્યૂઝ રિપોર્ટર ઘિસારામ ચૌધરી**ડાંગના જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.કે.વસાવા (IAS) નો સેવા નિવૃત્તિ સન્માન સમારંભ યોજાયો :*આહવા
આહવા ખાતે છેલ્લાં ૧૦ મહિનાથી ફરજ બજાવી રહેલા ડાંગ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એ.વસાવા (IAS) સેવા નિવૃત થતાં આદિવાસી સાંસ્કૃતિક ભવન, આહવા ખાતે તેઓનો ભવ્ય સેવા નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો હતો. શ્રી કે.એસ.વસાવાએ ૩૫ વર્ષ ૨ માસ, ૧૭ દિવસ રાજ્ય સરકારની નોકરીમાં નિષ્ઠાપૂર્વક અને પ્રમાણિક રીતે ફરજ બજાવી છે. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલે કહ્યું હતું કે, ડાંગના જિલ્લા વિકાસ અધિકારી તરીકે તેઓએ જિલ્લાના વિકાસ અર્થે અનેક કાર્ય કર્યા છે. આ ઉપરાંત સામાજિક વિકાસ અને જિલ્લામાં રોજગારી માટેની તકો ઊભી થાય તે દિશામાં ખુબ જ ઉમદા કાર્ય કર્યું છે. સરકારી સેવામાં સાથે ફરજ બજાવનાર ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી એન.ડી.પરમારે પોતાના સંસ્મરણો યાદ કરતાં જણાવ્યું હતું કે, તેઓ કોઇ પણ કામમાં ચોક્કસાઇ હંમેશા જાળવતાં, તેમજ દરેક કામ ચોક્કસાઇ પુર્વક પાર પાડતાં હતાં. જેથી શ્રી કે.એસ.વસાવાના જીવનમાંથી સૌથી મોટો ચોક્કસાઇનો ગુણ શિખ્યાં હોવાનું બહુમાન ગણાવ્યું હતું. નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલે પોતાના શુભેચ્છા સંદેશમાં કહ્યું હતું કે, ડાંગ જિલ્લા વિકાસ અધિકારીશ્રીના ૧૦ મહિનાના કાર્યકાળમાં સમ્રગ જિલ્લા પંચાયતનો પરીવાર નિષ્ઠાપૂર્વક કામ કરવાનું શિખ્યા છે. શ્રી કે.એસ.વસાવા જેઓ પાસે મૂળ શિક્ષક તરીકેનો અનુભવ જે કામગીરીમાં પણ શાંત અને સોમ્ય પ્રકૃતિના હોઇ સાથે જ તેઓની કામ કરવાની પધ્ધતી, ચોક્કસાઇ અને નિર્ણયો ખુબ જ શિખવા જેવાં છે. વધુમાં તેમની નિવૃત્તિ પછીનું જીવન આરોગ્યદાયક, શાંતિપૂર્ણ અને પરિવાર સાથે આનંદમય રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી.સેવા નિવૃતિ સન્માન સમારંભ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓ, પદાધિકારીઓ તથા પરિવારજનો દ્વારા શ્રી કે.એસ.વસાવાને શાલ ઓઢાડી, મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા.આ વિદાય સમારંભ હર્ષ અને ભાવુક ક્ષણો સાથે સંપન્ન થયો હતો. ઉપસ્થિત સર્વેજનોએ તેમને ઉજ્જવળ ભવિષ્ય અને સુખમય નિવૃત્તિ જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.પ્રત્યુત્તરમાં સૌ પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરતા શ્રી કે.એસ.વસાવાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, તેઓના કાર્યકાળ દરમિયાન સૌથી સારો સમય ડાંગ જિલ્લાના વિકાસ કાર્યો કરવા માટે વિત્યો છે. તેઓએ ડાંગ જિલ્લાની સંસ્કૃતિ અને લોકો વિશે વાતો કહી, સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઈ ગામિત, ઉપ પ્રમુખ શ્રીમતી ઉષાબેન પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી મંગળભાઈ ગાવિત, શ્રી સ્નેહલભાઈ ઠાકરે સહિત જિલ્લા કલેક્ટર શ્રી એન. ડી. પરમાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલ, સહિતના જિલ્લા પંચાયતના અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ તેમજ પરીવારના સદસ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.