SURENDRANAGAR | By Akhand Bharat Team | Published:
અકસ્માત
જોરાવરનગર ભોગાવો નદી પટમાં ભીસણ આગ લાગી..
સુરેન્દ્રનગર ના જોરાવર નગર પૂલ નજીક ભોગાવો નદીના પટમાં આજે ભીસણા આગ ફાટી નીકળી હતી, ઘટનાની જાણ થતા જ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ફાયર ફાઈટર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો, ફાયર વિભાગની ત્વરિત કામગીરને કારણેી એક મોટી દુર્ઘટના ટળી હતી, ભોગાવો નદીના કિનારે સૂકા ઝાખરા અને કચરા ના ઢગલામાં અચાનક કોઈ કારણોસર આગ લાગી હતી, પુલની બિલકુલ નજીક આગ લાગવાના કારણે જોત જોતામાં પૂલ અને આસપાસના રોડ પર સફેદ ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા, જેના લીધે રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો, સમયસર આગ ઓલવાઈ જતા આસપાસના લોકો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો...