આણંદ જિલ્લા અડાસ માં બ્રિજ બનતા પહેલા જ તૂટી પડ્યો તંત્ર દોડતું થયું
ANAND | By Akhand Bharat Team | Published:
અકસ્માત
આણંદ જિલ્લા અડાસ માં બ્રિજ બનતા પહેલા જ તૂટી પડ્યો તંત્ર દોડતું થયું
રિપોર્ટર વિજય પઢીયાર આણંદના અડાસમાં મોટી દુર્ઘટના અડાસમાં બ્રિજ બનતા પહેલા જ તૂટી પડ્યો તંત્ર દોડતું થયુંઆણંદ જિલ્લાના અડાસ ગામ નજીક એક મોટી હોનારત સર્જાઈ છે. બ્રિજનો એક મોટો ભાગ અચાનક તૂટી પડતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. બ્રિજની ગુણવત્તા અને કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ઘટના સ્થળે ઉચ્ચ અધિકારીઓનો કાફલોદુર્ઘટનની ગંભીરતાને જોતા જ વહીવટી તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું છે પ્રાંત અધિકારી ઘટના સ્થળે પહોંચીને સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે.DySP (નાયબ પોલીસ અધિક્ષક) સહિતનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે હાજર છે અને કાયદો-વ્યવસ્થા તેમજ રાહત બચાવની કામગીરી પર નજર રાખી રહ્યો છે. બાંધકામ પર સવાલો બ્રિજ હજુ સંપૂર્ણ તૈયાર થાય તે પહેલા જ ધરાશાયી થતાં કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરોની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ છે.