પારેખ હિતેષભાઈ,૧. પદવિહાર દરમિયાન અકસ્માતઃ એક જૈન મુનીનું નિધન ૨. ૫.પૂ. પન્યાસપ્રવર ૐકારશેખર વિજયજી ગણિવર્ઘનું કાળધર્મચોટીલા-અમદાવાદ હાઈવે પર આજે એક કરુણ ઘટના ઘટી છે. અમદાવાદ તરફથી ર૬ જૈન મુનિઓનો સમૂહ પદવિહાર કરીને ચોટીલા તરફ આવી રહ્યો હતો.આ દરમિયાન મઘરીખડા ગામ નજીક હાઈવે પર એક અજાણ્યા વાહન ચાલકે પૂરપાર ઝડપે આવીને પદવિહાર કરી રહેલા મુનિરાજને અડફેટે લીધા હતા.ઘટનાની ગંભીરતા: અકસ્માત એટલી ભયાનક હતો કે એક જૈન મુનિનું ઘટનાસ્થળે જ કરુણ અવસાન થયું હતું.તંત્ર અને સમાજની કાર્યવાહી: અકસ્માતની જાણ થતાનીસોથે જ ચોટીલા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી દોડી ગયો હતો. સાથે જ જૈન સમાજના અગ્રણીઓ પણ ઘટનાસ્થળે પહોંચો ગયા હતા. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.હાલ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ધંધા-રોજગાર:ચોટીલાના સમગ્ર જૈન સંઘ દ્વારા આજરોજ બપોરે૧:૦૦ વાગ્યાથી તમામ ધંઘા-રોજગાર બંધ રાખી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.Aશ્રી પ્રેમ-ભુવનભાનુસૂરી સમુદાયના ઉપનય સમ્રાટ ૫.પૂ. આચાર્ય શ્રી અજિતશેખરસુરી મહારાજાના સુશિષ્ય, પ.પૂ. પન્યાસપ્રવર ૐકારશેખર વિજયજી ગણિવર્ઘનું ચોટીલા ખાતે કાળધર્મ થયું છે.સાધનામય જીવન: આપશ્રીએ ર૬ વર્ષના દીક્ષા પર્યાયઅને ૬ વર્ષના પભ્યાસપદ પર્યાય દરમિયાન ત્યાગ, તપ અને શાસનસેવાનું અઘમત ઉદાહરણ પુરું પાડયું હતું. તેમના નિધનથી જૈન સમાજમાં એક મોટું શૂન્યાવકાશ સર્જાયું છે.શ્રદ્ધાંજલિ કાર્યક્રમપૂજય ગણીવર્ય ના દેવલોકગમન નિમિતે ચોટીલા શ્રી દેરાવાસી જૈન સંઘ અને શ્રી સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા નીચે મુજબના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.પાલખી વિધિ: ચડાવોબપોરે ૨:૦૦ વાગ્ય રાખવામાં આવ્યો છે.પાલખી યાત્રા:આજે સાંજે૪:૦૦ વાગ્યે ચોટીલા મુકામે પાલખી યાત્રા ચોજાશે.સમગ્ર જૈન સંઘે આ બંને ઘટનાઓ અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. અને નવકાર મહામંત્રના સ્મરણ દ્વારા પુણ્યાનુમોદના કરવા વિનંતી કરવામાં આવે છે.