જખવાડા ગામમાં ભીષણ આગ, ડાંગરના ગંઠ્ઠા સહિત મકાન અને એસી,ઘર વખરીને નુકસાન
AHMEDABAD | By Akhand Bharat Team | Published:
અકસ્માત
જખવાડા ગામમાં ભીષણ આગ, ડાંગરના ગંઠ્ઠા સહિત મકાન અને એસી,ઘર વખરીને નુકસાન
આસીકઅલી ગીલાણી વિરમગામ. વિરમગામ-અમદાવાદ હાઈવે પર આવેલા તાલુકાના જખવાડા ગામમાં આગની ગંભીર ઘટના સામે આવી છે. ગામના એક વાડામાં રાખવામાં આવેલા ડાંગરના ગંઠ્ઠામાં અચાનક આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આગની જ્વાળાઓ ઝડપથી ફેલાતા વાડાની બાજુમાં આવેલા બે મકાનો પણ તેની ઝપેટમાં આવી ગયા હતા. આગના કારણે એક બાઈક, એક એસી તેમજ ઘરવખરીનો કિંમતી સામાન બળીને ખાક થઈ ગયો હતો. ઉપરાંત ગામ પંચાયત હસ્તક આવેલા બોરવેલ અને સરકારી આરઓ પ્લાન્ટમાં પણ આગ લાગતા મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.ઘટનાની જાણ થતાં સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ત્યારબાદ વિરમગામ નગરપાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આગના કારણે નોંધપાત્ર આર્થિક નુકસાન થયું હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સદ નસીબે કોઈ જાન હાની થયેલ નથી સંબંધિત તંત્ર દ્વારા ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.અખંડ ભારત