SURENDRANAGAR | By Akhand Bharat Team | Published:
અકસ્માત
લીંબડી-વઢવાણ રોડ પર બે કાર વચ્ચે અકસ્માત
લીંબડી-વઢવાણ રોડ પર બે કાર વચ્ચે અકસ્માત, બે ઈજાગ્રસ્તસુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી-વઢવાણ હાઈવે રોડ પર આજે બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત લીંબડી નજીક બનતા હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.અકસ્માતને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.પ્રાથમિક માહિતી મુજબ બંને કાર સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ દ્વારા અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે.