અરજદારની ગુમ થયેલ કમ્પ્યુટર સીસ્ટમ ગણતરીના કલાકમાં નેત્રમ શાખા (કમાન્ડ & કન્ટ્રોલ સેન્ટર) મહેસાણા દ્વારા શોધી પરત કરવામાં આવી
MEHSANA | By Akhand Bharat Team | Published:
ટેક
અરજદારની ગુમ થયેલ કમ્પ્યુટર સીસ્ટમ ગણતરીના કલાકમાં નેત્રમ શાખા (કમાન્ડ & કન્ટ્રોલ સેન્ટર) મહેસાણા દ્વારા શોધી પરત કરવામાં આવી
મહેસાણા પોલીસ અધિક્ષક શ્રી હિંમાશુ સોલંકી સાહેબની સુચના મુજબ તથા શ્રી જે.જી.શેખ, નોડલ ઓફીસર-વ-નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક મહેસાણા નાઓના માર્ગદર્શન હેઠળ અત્રેના જિલ્લામાં VISWAS પ્રોજેક્ટ અંતર્ગત મહેસાણા શહેરમાં લગાવવામાં સીસીટીવી કેમેરા મારફતે નેત્રમ મહેસાણા ખાતે હાજર રહી આજરોજ તા.૨૪/૦૪/૨૦૨૬ ના રોજ સર્વેલન્સ તથા ઇ-ચલણ લગતની કામગીરી કરવામાં આવી રહી હતી, જે કામગીરી દરમ્યાન અરજદાર- ચેતનકુમાર વિઠ્ઠલભાઇ પ્રજાપતી, રહે.૫૭, મંગલપાર્ક સોસાયટી, પશાભાઇ પેટ્રોલપંપની પાછળ, મહેસાણા વાળાઓ આજરોજ એક કમ્પ્યુટર સીસ્ટમ જેમાં એક લીનોવો કંપનીનુ મોનીટર કિ.રૂ.૧૪,૦૦૦/- તથા એક થીંક કંપનીનુ CPU કિ.રૂ.૯૨૦૦૦/- એમ કુલ મળી કિ.રૂ.૧,૦૬,૦૦૦/- જે અપના બજાર ખાતેથી ખરીદી એક રીક્ષામાં લઇ જતા હતા તે દરમ્યાન રીક્ષામાં ભુલી ગયેલ હોઇ અરજદાર દ્વારા સદર સામાન તથા રીક્ષાની તપાસ કરતાં મળી આવેલ ન હોઇ જેથી અત્રે નેત્રમ ખાતે મદદ મેળવવા સારૂ આવતાં અરજદારની ઉપરોક્ત મુજબની વિગતવારની રજુઆત સાંભળી તે લગત બનાવ સમય દરમ્યાન મહેસાણા શહેરમાં લગાવવામાં આવેલ વિવિધ કેમેરા ફુટેજ ચેક કરી એનાલીસીસ કરતાં અરજદારશ્રીએ જે રીક્ષામાં સામાન મુકેલ હતો તે રીક્ષા શોધવામાં સફળતા મળતાં જે રીક્ષા नं.GJ-23-U-1334 नी माडित मेवी रीक्षा मालीऽनो સંપર્ક કરતાં અરજદારની સદર કમ્પ્યુટર સીસ્ટમ કુલ કિ.રૂ.૧,૦૬,૦૦૦/- ની પરત મેળવી ગણતરીના ક્લાકમાં અરજદારને પરત આપી પ્રશંસનીય કામગીરી કરેલ છે.