અરવલ્લી LCBની મોટી કાર્યવાહી: લાકડા અને ઘાસચારાની આડમાં છુપાવેલો ૮.૨૬ લાખનો વિદેશી દારૂ ઝડપાયોબાયડના નારાજીના મુવાડા ગામે પોલીસનો દરોડો; બુટલેગર 'બોબો' પોલીસ પકડથી દૂર, વોન્ટેડ જાહેર કરાયો
ARVALLI | By Akhand Bharat Team | Published:
મનોરંજન
અરવલ્લી LCBની મોટી કાર્યવાહી: લાકડા અને ઘાસચારાની આડમાં છુપાવેલો ૮.૨૬ લાખનો વિદેશી દારૂ ઝડપાયોબાયડના નારાજીના મુવાડા ગામે પોલીસનો દરોડો; બુટલેગર 'બોબો' પોલીસ પકડથી દૂર, વોન્ટેડ જાહેર કરાયો
અરવલ્લી LCBની મોટી કાર્યવાહી: લાકડા અને ઘાસચારાની આડમાં છુપાવેલો ૮.૨૬ લાખનો વિદેશી દારૂ ઝડપાયોબાયડના નારાજીના મુવાડા ગામે પોલીસનો દરોડો; બુટલેગર 'બોબો' પોલીસ પકડથી દૂર, વોન્ટેડ જાહેર કરાયોબાયડ તા.27અરવલ્લી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ જિલ્લામાં દારૂબંધીના કડક અમલના ભાગરૂપે એક મહત્વની સફળતા મેળવી છે. બાયડ તાલુકાના નારાજીના મુવાડા (બોરલ) ગામની સીમમાં બાતમીના આધારે દરોડો પાડીને લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. બુટલેગરોએ ધરપકડથી બચવા માટે દારૂના બોક્સને લાકડા અને ઘાસચારાના નીચે અત્યંત ચતુરાઈપૂર્વક છુપાવ્યા હતા. અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ LCBની ટીમ પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે નારાજીના મુવાડા ગામની સીમમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો છે. પોલીસે તુરંત ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરતા ત્યાં પડેલા લાકડા અને ઘાસચારાના ઢગલા નીચેથી અલગ-અલગ બ્રાન્ડના વિદેશી દારૂના બોક્સ મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂપિયા ૮.૨૬ લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ દરોડા દરમિયાન મુખ્ય આરોપી જશવંત ઉર્ફે બોબો મહેન્દ્રસિંહ ઝાલા (રહે. નારાજીના મુવાડા) પોલીસને ચકમો આપી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. પોલીસે તેને 'વોન્ટેડ' જાહેર કર્યો છે.