બાયડ માં દવા ની દુકાનો બંધ રહીબાયડ તા.20ઓનલાઇન દવાઓના વેચાણ સામે દેશવ્યાપી આક્રોશ, બાયડના સહિત રાજ્યભરના મેડિકલ સ્ટોર્સ બંધઓનલાઇન દવાઓના વેચાણ સામે દેશવ્યાપી આક્રોશ ઓનલાઇન પ્લેટફોર્મ્સ મારફતે થઇ રહેલા દવાઓના ગેરકાયદેસર અને પ્રિસ્ક્રિપ્શન વગરના વેચાણ સામે દેશભરના કેમિસ્ટોએ મોરચો માંડ્યો છે. 'ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસિએશન'ના આહવાન પર દેશભરમાં 12 લાખથી વધુ અને ગુજરાતના 35 હજારથી વધુ મેડિકલ સ્ટોર સંચાલકો એક દિવસની હડતાળ પર ઉતર્યા છે. બાયડ માં પણ મેડિકલ સ્ટોર સંચાલકોએ એક દિવસનો બંધ પાળી વિરોધ નોંધાવ્યો હતો