બાયડમાં ઈદ-ઉલ-અઝહાની ઉજવણી:હજારો મુસ્લિમ બિરાદરોએ ઈદગાહમાં નમાજ અદા કરીબાયડ શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ) પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી.
ANAND | By Akhand Bharat Team | Published:
મનોરંજન
બાયડમાં ઈદ-ઉલ-અઝહાની ઉજવણી:હજારો મુસ્લિમ બિરાદરોએ ઈદગાહમાં નમાજ અદા કરીબાયડ શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ) પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી.
બાયડમાં ઈદ-ઉલ-અઝહાની ઉજવણી:હજારો મુસ્લિમ બિરાદરોએ ઈદગાહમાં નમાજ અદા કરીબાયડ શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ) પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી. વહેલી સવારે શહેરની મુખ્ય ઈદગાહ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ સામૂહિક નમાજ અદા કરી હતી.ઈદ-ઉલ-અઝહા નિમિત્તે બાયડમાં સવારથી જ ઉત્સાહનો માહોલ છવાયો હતો. નાના-મોટા સૌ કોઈ નવા વસ્ત્રો સજીને ઈદગાહ પહોંચ્યા હતા. ઈદગાહના પેશ ઈમામ દ્વારા નમાજ પઢાવવામાં આવી હતી, ત્યારબાદ ઈસ્લામ ધર્મમાં કુરબાનીનું મહત્વ સમજાવતું ખુતબો (પ્રવચન) આપવામાં આવ્યું હતું.નમાજ પૂર્ણ થયા બાદ, બિરાદરોએ એકબીજાને ગળે મળીને 'ઈદ મુબારક' પાઠવ્યા હતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે દેશમાં અમન અને શાંતિ માટે પણ દુઆ માંગવામાં આવી હતી