ભાવનગરમાં MMAનો જબરદસ્ત ક્રેઝ: રોનિન એફસી-૨ની સેમિફાઇનલ પૂર્ણ, ફાઈનલમાં આંતરરાષ્ટ્રીય ફાઇટર્સ વચ્ચે થશે ધમાકેદાર જંગ
BHAVNAGAR | By Akhand Bharat Team | Published:
રમતજગત
ભાવનગરમાં MMAનો જબરદસ્ત ક્રેઝ: રોનિન એફસી-૨ની સેમિફાઇનલ પૂર્ણ, ફાઈનલમાં આંતરરાષ્ટ્રીય ફાઇટર્સ વચ્ચે થશે ધમાકેદાર જંગ
Ronin FC-2 મિક્સ્ડ માર્શલ આર્ટ્સ (MMA) સ્પર્ધા ભાવનગરમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે. શહેરના ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાઈ રહેલી આ ભવ્ય સ્પર્ધામાં આજે સેમિફાઇનલ રાઉન્ડ પૂર્ણ થયો હતો, જેમાં ભારતભરના ફાઇટર્સે રિંગમાં પોતાની કાબેલિયત અને દમદાર ટેકનિકનો પ્રદર્શન કર્યો હતો.આ સ્પર્ધાનો સૌથી રોમાંચક તબક્કો હવે આવતીકાલે ૯ મેના રોજ યોજાનાર ગ્રાન્ડ ફિનાલે સાથે શરૂ થવાનો છે. મુખ્ય આકર્ષણ તરીકે બ્રાઝિલ અને નેપાળ જેવા દેશોના આંતરરાષ્ટ્રીય ફાઇટર્સ તથા ભારતના ટોચના MMA ખેલાડીઓ વચ્ચે મેઈન ઇવેન્ટ ફાઇટ યોજાશે. ભાવનગરના રમતપ્રેમીઓ માટે આ પ્રથમ એવો મોકો છે, જ્યાં વિદેશી ફાઇટર્સ શહેરના આંગણે પોતાની શક્તિ અને ટેકનિકનું પ્રદર્શન કરશે.આયોજકોના જણાવ્યા અનુસાર સ્પર્ધાના વિજેતા ખેલાડીઓને લાખો રૂપિયાના રોકડ ઇનામો એનાયત કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય ધોરણના આયોજન અને મોટી ઇનામી રકમને કારણે આ ઇવેન્ટ ભાવનગરના રમતગમત ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન મેળવી રહી છે.All India Mixed Martial Arts Federation (AIMMAF) દ્વારા માન્યતા પ્રાપ્ત આ સ્પર્ધામાં ખેલાડીઓની સુરક્ષા, નિયમો અને શિસ્તનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. સેમિફાઇનલમાં થયેલી રોમાંચક ફાઇટ્સ બાદ હવે ફાઈનલ અને ઇન્ટરનેશનલ મેચોને લઈને શહેરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.આયોજક ટીમ Ronin FC દ્વારા ભાવનગરની જનતાને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ ઐતિહાસિક રમતોત્સવના સાક્ષી બનવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.