પારેખ હિતેષભાઈ,ભીષણ ગરમી અને વધતા તાપમાનને ધ્યાનમાં રાખીને મુસાફરોને રાહત પહોંચાડવા માટે પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા જનહિતમાં વિશેષ પહેલ કરવામાં આવી છે. આ અનુસંધાને તા. 12 મે, 2026 (મંગળવાર)ના રોજ વેરાવળ રેલવે સ્ટેશન પર મુસાફરો માટે નિઃશુલ્ક શીતળ પીવાના પાણીના વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હતી.વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપતાં જણાવ્યું કે વેરાવળ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ વિસ્તારમાં ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને બાળકોને નિઃશુલ્ક ઠંડું પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવ્યું, જેના કારણે તેમને ભીષણ ગરમીમાંથી નોંધપાત્ર રાહત મળી.નિઃશુલ્ક શીતળ પીવાના પાણીના વિતરણમાં "રામેશ્વર ધુન મંડળ / રામેશ્વર મહિલા સત્સંગ મંડળ, હરસિદ્ધિ સોસાયટી, વેરાવળ" નો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો. સંસ્થાના સભ્યોએ મુસાફરો માટે ઠંડા પાણીની ઉત્તમ વ્યવસ્થા કરી હતી.સ્ટેશન પર આ વ્યવસ્થાને સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં ભાવનગર મંડળના વાણિજ્ય વિભાગના નિરીક્ષકો, ટિકિટ ચેકિંગ સ્ટાફ તેમજ અન્ય કર્મચારીઓએ સક્રિય ભૂમિકા ભજવી હતી અને સમગ્ર વિતરણ કાર્યને સુવ્યવસ્થિત તથા સુરક્ષિત રીતે પૂર્ણ કર્યું હતું.આ પ્રસંગે મંડળ રેલ પ્રબંધક (DRM) શ્રી દિનેશ વર્માએ જણાવ્યું હતું કે, "ભીષણ ગરમી દરમિયાન મુસાફરોને રાહત પૂરી પાડવી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ભાવનગર મંડળ દ્વારા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી આ પ્રકારની જનહિતકારી પ્રવૃત્તિઓ સતત યોજવામાં આવી રહી છે. આ પહેલ અમારી સામાજિક પ્રતિબદ્ધતા અને મુસાફર હિત પ્રત્યેની સંવેદનશીલતાનું પ્રતિબિંબ છે."ભાવનગર મંડળ દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કે મુસાફરોને સુરક્ષિત, સુવિધાજનક અને માનવીય સેવાઓ ઉપલબ્ધ થતી રહે. ભીષણ ગરમી દરમિયાન આવી રાહત સેવાઓ આગળ પણ સતત ચાલુ રાખવામાં આવશે.અતુલ કુમાર ત્રિપાઠીવરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધકપશ્ચિમ રેલવે, ભાવનગર મંડલ