ચંદ્રાલા પાટીદાર નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ધડકણ ટીમ વિજેતા ઉમા સંસ્કાર તીર્થ ખાતે ૮૧ ટીમો એ ભાગ લીધો
GANDHINAGAR | By Akhand Bharat Team | Published:
રમતજગત
ચંદ્રાલા પાટીદાર નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ધડકણ ટીમ વિજેતા ઉમા સંસ્કાર તીર્થ ખાતે ૮૧ ટીમો એ ભાગ લીધો
ગાંધીનગર ના ચંદ્રાલા ગામે ૪૮/૮૪ ગામ કડવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ધડકણની ટીમ વિજેતા બન છે. ઉમ સંસ્કાર તીર્થ ખાતે ૨૦ એપ્રિલ થી ૯ મે દરમિયાન આ ટુર્નામેન્ટ યોજાઈ હતી. આ ટુર્નામેન્ટમાં પાટીદાર સમાજ ની ૮૧ ટીમોએ ભાગ લીધો હતો. સમાજ ના પ્રમુખ રામકૃષ્ણ પટેલે સતત બીજી વખત આ ટુર્નામેન્ટનુ સફળ આયોજન કર્યું હતું. ફાઇનલ મેચ ધડકણ અને શિહોલી ગામની ટીમો વચ્ચે રમાઈ હતી. જેમાં ધડકણની ટીમ વિજય મેળવી ને ટ્રોફી જીતી હતી. ધડકણ ટીમ ના નીશીત પટેલ મેન ઓફ ધી મેચ અને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. ટુર્નામેન્ટ ના આયોજનમાં દાતા હસમુખ પટેલ અને અર્પિત પટેલ નું વિશેષ યોગદાન રહ્યું હતું. ફાઇનલ મેચ જોવા લોકો મોટી સંખ્યા માં ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે એપીએમસી ના ડિરેક્ટર અશોકભાઈ પટેલ અને સમાજન પૂર્વ પ્રમુખ અશોકભાઈ જી. પટેલ ઉપસ્થિત રહી ને ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.