*દાહોદ કલેક્ટર સુશ્રી સુરભી ગૌતમ દ્વારા લીમખેડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને CMTC સેન્ટરની આકસ્મિક મુલાકાત*
DAHOD | By Akhand Bharat Team | Published:
હેલ્થ
*દાહોદ કલેક્ટર સુશ્રી સુરભી ગૌતમ દ્વારા લીમખેડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને CMTC સેન્ટરની આકસ્મિક મુલાકાત*
*દાહોદ કલેક્ટર સુશ્રી સુરભી ગૌતમ દ્વારા લીમખેડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને CMTC સેન્ટરની આકસ્મિક મુલાકાત* દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકા મથકે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા CMTC સેન્ટરની જિલ્લા કલેક્ટર સુશ્રી સુરભી ગૌતમ દ્વારા આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં આપવામાં આવતી આરોગ્ય સેવાઓ, દર્દીઓ માટેની સારવાર વ્યવસ્થા, દવાઓની ઉપલબ્ધતા, સ્વચ્છતા તેમજ દર્દીઓને મળતી સુવિધાઓ અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.કલેક્ટરશ્રીએ હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લઈને દર્દીઓ તથા તેમના પરિવારજનો સાથે સીધી વાતચીત કરી સારવાર અને સુવિધાઓ અંગે પ્રતિસાદ મેળવ્યો હતો. ઉપરાંત હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો, નર્સિંગ સ્ટાફ અને આરોગ્ય કર્મચારીઓ સાથે ચર્ચા કરી આરોગ્ય સેવાઓ વધુ અસરકારક અને જનકેન્દ્રિત બને તે માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.CMTC સેન્ટર ખાતે કુપોષિત બાળકોને આપવામાં આવતી સારવાર, પોષણયુક્ત આહાર અને દેખરેખની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. બાળકોના આરોગ્યમાં સુધારો લાવવા માટે માતા-પિતાને યોગ્ય પોષણ અને આરોગ્ય જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવતું હોવાની કામગીરીને બિરદાવવામાં આવી હતી.જિલ્લા કલેક્ટરશ્રીએ આરોગ્ય સેવાઓમાં ગુણવત્તા જળવાઈ રહે, દર્દીઓને સમયસર અને શ્રેષ્ઠ સારવાર મળે તેમજ હોસ્પિટલમાં સ્વચ્છતા અને સુવિધાઓમાં સતત સુધારો થાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.આ મુલાકાત દરમિયાન આરોગ્ય વિભાગના અધિકારીઓ, તબીબો તેમજ હોસ્પિટલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.*હસમુખ પ્રજાપતિ*