ડાંગ જિલ્લામાં જિલ્લા કક્ષાનો કરાટે ટ્રેનિંગ કેમ્પ સફળતાપૂર્વક યોજાયો
DANG | By Akhand Bharat Team | Published:
રમતજગત
ડાંગ જિલ્લામાં જિલ્લા કક્ષાનો કરાટે ટ્રેનિંગ કેમ્પ સફળતાપૂર્વક યોજાયો
ડાંગ જિલ્લામાં Nihon Shotokan Karate Association Dang (NSKA) દ્વારા જિલ્લા કક્ષાનો કરાટે ટ્રેનિંગ કેમ્પ સફળતાપૂર્વક યોજાયો હતો. આ ટ્રેનિંગ કેમ્પમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આશરે 60 જેટલા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ કેમ્પ નિહોન સોટોકાન કરાટે એસોસિએશનના સિનિયર માસ્ટર વિજયભાઈ આર. રાઉત ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કેમ્પમાં સહ કોચ તરીકે નિતીનભાઈ પાડવી અને શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા તથા સભ્યો દ્વારા પણ મહત્વપૂર્ણ સહકાર આપવામાં આવ્યો હતો.આ કેમ્પ દરમિયાન બાળકોને કરાટેની મૂળભૂત તાલીમ, સેલ્ફ ડિફેન્સ, શિસ્ત, સન્માન અને શારીરિક ક્ષમતા વધારવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ટ્રેનિંગ દરમિયાન કાતા, કુમિતે અને વિવિધ ટેકનિક્સનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.કેમ્પનો મુખ્ય હેતુ બાળકો અને યુવાનોમાં આત્મવિશ્વાસ, શિસ્ત અને સ્વરક્ષણની ભાવના વિકસાવવાનો હતો. તાલીમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહ અને લગન સાથે તાલીમ મેળવી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંચાલકો, કોચશ્રીઓ, સભ્યો તથા વાલીઓનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો. અંતે તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા અને ભવિષ્યમાં પણ આવી તાલીમ યોજાતી રહેશે તેવી માહિતી આપવામાં આવી હતી।