. રિ.દાનવેલ પવાર.ડાંગ જિલ્લામાં કેટલાક દિવસથી અનુભવાતી અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો સાપુતારા સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો આ અચાનક આવેલા વરસાદથી લોકોને ગરમી માંથી રાહત મળી છે પરંતુ ખેડૂતોમાં ખાસ કરીને આંબાના પાકને લઈને ચિંતા વધી છે સાપુતારા આહવા અને વઘઈ સહિતના વિસ્તારોમાં બપોર બાદ આકાશમાં ઘેરા વાદળો છવાયા હતા પવન સાથે હળવાથી મધ્યમાં વરસાદ વરસ્યો હતો વરસાદ શરૂ થતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી તેનાથી ગરમીથી પરેશાન લોકોને મોટી રાહત મળી હતી સાપુતારા જેવા હિલ સ્ટેશન વિસ્તારમાં વરસાદી માહોલને કારણે પ્રવાસીઓમાં પણ ખુશી જોવા મળી હતી ઠંડા પવન ઝરમર વરસાદ વચ્ચે પ્રવાસીઓને કુદરતી સૌંદર્યને આનંદ માણ્યો હતો અનેક સ્થળોએ બાળકો અને યુવાનો વરસાદમાં ભીજાતા જોવા મળ્યા હતા બીજી તરફ ખેડૂતો માટે આ વરસાદ ચિંતાજનક બન્યો છે હાલમાં ડાંગ જિલ્લામાં આંબાના પાકની સિઝન ચાલી રહી છે અચાનક પડતા વરસાદ અને ભેજવાળા વાતાવરણને કારણે આંબાના પાકને રોગચાળો ફેલાવવાની તેમજ કેરી ખરવાની શક્યતા વધી રહી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે જો આગામી દિવસોમાં પણ આવું વાતાવરણ યથાવત રહેશે તો પાકને વધુ નુકસાન પહોંચી શકે છે હવામાનમાં આવેલા અચાનક ફેરફાર એક તરફ લોકોને ગરમી માંથી રાહત મળી છે જ્યારે બીજી તરફ ખેડૂતો માટે ચિંતા સ્થિતિ ઊભી કરી છે.. અખંડ ભારત..