ડૉ. સુભાષ યુનિવર્સિટીના સિવિલ એન્જિનિયરિંગ વિભાગના ત્રણ ફેકલ્ટીને પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત
JUNAGADH | By Akhand Bharat Team | Published:
શિક્ષણ જગત
ડૉ. સુભાષ યુનિવર્સિટીના સિવિલ એન્જિનિયરિંગ વિભાગના ત્રણ ફેકલ્ટીને પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત
જૂનાગઢ ડૉ. સુભાષ યુનિવર્સિટીના સિવિલ એન્જિનિયરિંગ વિભાગના ત્રણ ફેકલ્ટી ડૉ. પ્રશાંતભાઈ ભુવા, ડૉ. ચિરાગભાઈ ઓડેદરા અને અમિતભાઈ કલોલાએ તાજેતરમાં સફળતાપૂર્વક પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી વિભાગ તેમજ યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું છે.
ડૉ. પ્રશાંતભાઈ ભુવાએ “Development of AI-Enabled Prediction Model for Sustainable Self-Compacting Concrete Properties” વિષય પર સંશોધન કાર્ય પૂર્ણ કર્યું હતું. ડૉ. ચિરાગભાઈ ઓડેદરાએ “Experimental Investigation on Mechanical Properties of Concrete Using Nano-Materials” વિષય પર મહત્વપૂર્ણ અભ્યાસ અને સંશોધન કર્યું હતું. જ્યારે અમિતભાઈ કલોલાએ “Experimental Study on Infiltration Pattern and Assessing Spatial Variability of Engineering Properties of Soil in Junagadh Taluka (Gujarat-India)” વિષય પર સંશોધન કરીને પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી.
ત્રણેય સંશોધન કાર્ય સંબંધિત ક્ષેત્રમાં ઉપયોગી તેમજ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. ખાસ કરીને આધુનિક ટેકનોલોજી, નેનો-મટિરિયલ્સ અને માટીના એન્જિનિયરિંગ ગુણધર્મો જેવા વિષયો પર થયેલા આ અભ્યાસો ભવિષ્યમાં સંશોધન અને પ્રયોગાત્મક કાર્ય માટે માર્ગદર્શક સાબિત થશે.
ત્રણેય ફેકલ્ટીની આ શૈક્ષણિક સિદ્ધિ બદલ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી રાજભાઈ ચાવડા તથા પ્રોવોસ્ટ ડૉ. દિપક પટેલ સાહેબ એ અભિનંદન પાઠવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
એક જ વિભાગના ત્રણ ફેકલ્ટી સભ્યો દ્વારા પ્રાપ્ત થયેલી આ વિશિષ્ટ સિદ્ધિ વિભાગની શૈક્ષણિક પ્રતિબદ્ધતા, સંશોધન પરંપરા અને ગુણવત્તાસભર શિક્ષણને વધુ મજબૂત બનાવનાર બની છે.