ધોળકા શહેરમાં આવેલ શિવ દર્શન સોસાયટી માં જોગણી માતાજી મંદિર પાસે ગંદકીનું સામ્રાજ્ય, ધોળકા નગરપાલિકાની બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ
AHMEDABAD | By Akhand Bharat Team | Published:
સ્થાનિક
ધોળકા શહેરમાં આવેલ શિવ દર્શન સોસાયટી માં જોગણી માતાજી મંદિર પાસે ગંદકીનું સામ્રાજ્ય, ધોળકા નગરપાલિકાની બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ
ધોળકા શહેર ની શિવ દર્શન સોસાયટી નજીક આવેલા જોગણી માતાજીના મંદિર પાસે છેલ્લા 12 મહિનાથી ગટર ઉભરાવાની ગંભીર સમસ્યા યથાવત રહેતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગટરનું ગંદુ પાણી રસ્તા પર સતત ફેલાતું રહેતાં વિસ્તારમાં દુર્ગંધનું સામ્રાજ્ય છવાઈ ગયું છે અને સ્થાનિક રહિશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ અંગે અનેક વખત ધોળકા નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ તેમજ ચૂંટાયેલા કાઉન્સિલરોને મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં સમસ્યાના કાયમી ઉકેલ માટે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. પરિણામે લોકોમાં નગરપાલિકાની કામગીરી સામે અસંતોષ અને નારાજગી વધી રહી છે.ખાસ કરીને. અવારનવાર સ્થાનિકો દ્વારા ધોળકા નગરપાલિકામાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ગટર સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી હતી. તેમ છતાં રજૂઆત બાદ પણ કોઈ કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે.ગટરનું ગંદુ પાણી જાહેર રસ્તા પર વહેતું હોવાથી વાહનચાલકો, રાહદારીઓ અને મંદિર આવતા શ્રદ્ધાળુઓને ભારે મુશ્કેલી પડી રહી છે. ઉપરાંત ગંદકી અને દુર્ગંધના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવાની સાથે ચેપી રોગચાળાનો ભય પણ ઉભો થયો છે. સ્થાનિકોનું કહેવું છે કે નગરપાલિકા માત્ર કાગળ પરની કામગીરી કરી રહી છે, જ્યારે લોકોની મૂળભૂત સમસ્યાઓ પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.સ્થાનિકોમાં ચર્ચા છે કે જો સમયસર સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં નગરપાલિકા સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવશે. લોકોનો સવાલ છે કે વારંવારની રજૂઆતો છતાં પણ જો સામાન્ય નાગરિકોની સમસ્યાઓનો ઉકેલ ન આવે તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને તંત્રની જવાબદારી શું છે?હવે જોવાનું એ રહેશે કે ધોળકા નગરપાલિકા આ ગંભીર પ્રશ્નને કેટલો ગંભીરતાથી લે છે અને સ્થાનિકોને ગટર સમસ્યામાંથી ક્યારે મુક્તિ અપાવે છે.