ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર ખાતે ‘ઝીરો શેડો ડે’ ની અદ્ભુત ખગોળીય ઘટના નિહાળતા વિદ્યાર્થીઓ અને નાગરિકો
VALSAD | By Akhand Bharat Team | Published:
શિક્ષણ જગત
ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર ખાતે ‘ઝીરો શેડો ડે’ ની અદ્ભુત ખગોળીય ઘટના નિહાળતા વિદ્યાર્થીઓ અને નાગરિકો
મયુર મોકાશી ધરમપુર: વલસાડ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર ખાતે વિજ્ઞાન અને ખગોળ પ્રેમીઓ માટે એક વિશેષ પ્રદર્શન અને નિરીક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કુદરતની અદ્ભુત અને વિરલ ગણાતી ખગોળીય ઘટના ‘ઝીરો શેડો ડે’ (શૂન્ય પડછાયા દિવસ) નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા.પડછાયો પણ છોડી દે છે સાથ!Astronomical Society of India મુજબ અક્ષાંશ પ્રમાણે આ ઘટના અંદાજિત સુરત, નવસારી, વલસાડ: ૨૫ કે ૨૬ અને 27 મે બપોરના સમયે જ્યારે સૂર્ય બરાબર માથાની ઉપર (બિંદુવત) આવે છે, ત્યારે ઊભી રાખેલી કોઈપણ વસ્તુ કે વ્યક્તિનો પડછાયો થોડા સમય માટે બિલકુલ ગાયબ થઈ જાય છે એટલે કે લગભગ અદ્રશ્ય થઈ જાય છે. વિજ્ઞાન કેન્દ્રના અધિકારીઓ દ્વારા ઉપસ્થિત જનમેદનીને આ ઘટના પાછળનું વૈજ્ઞાનિક કારણ ખૂબ જ સરળ અને રસપ્રદ શૈલીમાં સમજાવવામાં આવ્યું હતું.પ્રાયોગિક નિદર્શન દ્વારા સમજણકાર્યક્રમ દરમિયાન વિવિધ મોડેલ્સ, પૃથ્વીના ગ્લોબ (નકશા) અને પ્રાયોગિક સાધનોની મદદથી સૂર્યની ગતિ અને પૃથ્વીના નમન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ખુલ્લા મેદાનમાં ઊભેલા લોકોએ જ્યારે પોતાનો જ પડછાયો ગાયબ થતો જોયો, ત્યારે તમામના ચહેરા પર આશ્ચર્ય અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.વિજ્ઞાનને પુસ્તકોની બહાર લાવી પ્રાયોગિક ધોરણે સમજાવવાનો આ પ્રયાસ ખૂબ જ સરાહનીય રહ્યો હતો. નવી પેઢીમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ વધે તેવા આશયથી વલસાડ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર આવા અવનવા કાર્યક્રમો સતત કરતું રહે છે.