એક્ટીવા ૦૪(ચાર) જેની કિ.રૂ.૧,૨૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક રીઢા ગુનેગારને પકડી પાડતી મહેસાણા શહેર બી-ડીવીઝન પોલીસ
MEHSANA | By Akhand Bharat Team | Published:
અપરાધ
એક્ટીવા ૦૪(ચાર) જેની કિ.રૂ.૧,૨૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક રીઢા ગુનેગારને પકડી પાડતી મહેસાણા શહેર બી-ડીવીઝન પોલીસ
ચોરીના વણઉકેલાયેલા ગુનાનો ભેદ ઉકેલી મહેસાણા તેમજ અમદાવાદ ખાતે દાખલ થયેલ એક્ટીવા ચોરીના ગુનાના કામે ગયેલ ટોટલ એક્ટીવા ૦૪(ચાર) જેની કિ.રૂ.૧,૨૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક રીઢા ગુનેગારને પકડી પાડતી મહેસાણા શહેર બી-ડીવીઝન પોલીસ.નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર રેન્જ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ, મહેસાણા જીલ્લા, તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મિલાપ પટેલ સાહેબ મહેસાણા વિભાગ મહેસાણા નાઓના સીધા માર્ગદર્શન હેઠળ મહેસાણા શહેર વિસ્તારમાં બનેલ મિલ્કત સબંધી ગુના શોધી કાઢવાની તથા બનતા બનાવો અટકાવવા સારૂ સુચના આપેલ હોયજે સુચના આધારે અમો એ.આર. પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર મહેસાણા શહેર બી-ડીવીઝન પોલીસ સ્ટેશન પાર્ટ.એ.ગુ.ર.નંબર-૧૧૨૦૬૦૪૫૨૬૦૩૭૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબનો ગુનો રજી થયેલ હોઇ જે ગુનાના કામે તહોદારે ગઇ તા.૨૨/૦૫/૨૦૨૬ ના રોજ બપોરના આશરે બારેક વાગ્યાના સુમારે મોજે મહેસાણા ટાઉન મગપરાની સામે આવેલ જવાહર સોસાયટીમાં ઘર આગળ પાર્ક કરેલ એક્ટીવા જેનો આર.ટી.ઓ રજી નંબર GJ-02-CN-1684 નુ ચોરી કરી લઈ ગયેલ હોઇ જેથી સર્વેલન્સ સ્કોડના માણસોને અત્રેના પો.સ્ટે વિસ્તારમાં બનેલ ચોરી તથા અન્ય ચોરીના ગુના શોધી કાઢવા અને વધુ બનતા બનાવો વાળી જગ્યાએ પેટ્રોલીંગ રાખી ચોર મુદામાલ શોધી કાઢવા સારૂ સુચના આપેલ હોય જે સુચના આધારે સર્વેલન્સ સ્કોડના માણસોએ સદર બનાવ અનુસંધાને તપાસ દરમ્યાન જગ્યાના આજુબાજુના સી.સી.ટી.વી.ફુટેજ તથા મહેસાણા કમાન્ડ કંન્ટ્રોલ રૂમના સી.સી.ટીવી ફુટેઝ ચેક કરી ટેકનીકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સથી મળેલ આધારભુત બાતમી હકિકત આધારે આરોપીને પકડી પાડી તેની વધુમાં યુક્તી-પ્રયુક્તીથી પુછપરછ કરતા જેને અગાઉ અમદાવાદ ખાતેથી તેમજ મહેસાણા ખાતેથી ચોરી કરેલ બીજા ત્રણ એક્ટીવાઓની રીકવરી કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.સદર પકડાયેલ આરોપી મહેસાણા શહેર ખાતે આવી મહેસાણા શહેર ખાતે જાહેર રોડ તેમજ માર્કેટમાં આવેલ પાર્કિંગ ખાતે પાર્ક કરેલ એક્ટીવાઓ ઉપર બેસી જે એક્ટીવાઓના લોકમાં સરળ રીતે ચાવી લાગી જતી હોઇ અને જે એક્ટીવા ચાલુ થઇ જાય તે એક્ટીવાની ચોરી કરીને ભાગી જવાનો એમ.ઓ.ધરાવે છે.ગુન્હામાં સડોવાયેલ આરોપીનુ નામ(૧) દિપેનકુમાર સન/ઓ નિર્મલકુમાર નવનીતભાઇ જાતે.શાહ(વૈષ્ણવ) ઉ.વ.૪૦ રહે.પાટણ ગીમટા બહુચર માતાના મંદિરની પાસે ખિજડાનો પાડો તા.જી.પાટણડીટેકટ થયેલ ગુન્હાની વિગત(૧) મહેસાણા શહેર બી-ડીવીઝન પોલીસ સ્ટેશન પાર્ટ.એ.ગુ.ર.નંબર-૧૧૨૦૬૦૪૫૨૬૦૩૭૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ(૨) મહેસાણા શહેર બી-ડીવીઝન પોલીસ સ્ટેશન પાર્ટ.એ.ગુ.ર.નંબર-૧૧૨૦૬૦૪૫૨૫૦૧૦૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ(૩) અમદાવાદ નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ.એ.ગુ.ર.નંબર-૧૧૧૯૧૦૩૬૨૫૦૨૩૭/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબતહોદારનો ગુનાહિત ઇતીયાસ (૧) પાટણ સીટી બી-ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ.એ.ગુ.ર.નંબર-૧૧૨૧૭૦૨૦૨૨૦૩૪૦ આઇ.પી.સી કલમ ૩૭૯ મુજબ(૨) પાટણ સીટી એ-ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ.એ.ગુ.ર.નંબર-૧૧૨૧૭૦૧૯૨૨૦૩૩૧ આઇ.પી.સી કલમ ૩૭૯ મુજબ(૩) પાટણ સીટી એ-ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ.એ.ગુ.૨. નંબર-૧૧૨૧૭૦૧૯૨૨૦૩૧૪ આઇ.પી.સી કલમ ૩૭૯ મુજબ(૪) અડાલજ પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ.એ.ગુ.ર.નંબર-૧૧૨૧૬૦૦૧૨૩૦૪૨૪ આઇ.પી.સી કલમ ૩૭૯ મુજબ(૫) પાટણ સીટી બી-ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ.એ.ગુ.ર.નંબર-૧૧૨૧૭૦૨૦૨૪૦૩૫૫ આઇ.પી.સી કલમ ૩૭૯ મુજબ(૬) પાટણ સીટી એ-ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ.એ.ગુ.ર.નંબર-૧૧૨૦૬૦૪૪૨૫૦૭૫૪ બી.એન.એસ કલમ ૩૦૩(૨)મુજબ(૭) પાટણ સીટી એ-ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સી.આર.પી.સી કલમ ૧૦૯ મુજબ(૮) પાટણ સીટી બી-ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સી.આર.પી.સી કલમ ૧૦૯ મુજબ(૯) પાટણ સીટી બી-ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પાસા/૦૦૦૧/૨૦૨૫ મુજબ(૧૦) મહેસાણા શહેર બી-ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ.એ.ગુ.ર.નંબર-૧૧૨૦૬૦૪૫૨૫૦૬૩૧ બી.એન.એસ કલમ ૩૦૩(૨) મુજબ(૧૧) ઉંઝા પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ.એ.ગુ.ર.નંબર-૧૧૨૦૬૦૩૩૨૫૦૬૧૧ બી.એન.એસ કલમ ૩૦૩(૨) મુજબગુનાના કામે કબ્જે કરેલ મુદ્દમાલની વિગત(૧) એક્ટીવા નંબર GJ-02-CN-1684 ની કિ.રૂ.૨૫,૦૦૦/- તથા (૨) એક્ટીવા નંબર GJ-02-CD-3459 ની કિ.રૂ.૨૫,૦૦૦/- તથા (૩) એક્ટીવા નંબર GJ-01-PD-8930 ની કિ.રૂ.૨૦,૦૦૦/- તથા (૪) એક નંબર પ્લેટ વગરનુ કાળા કલરનુ એક્ટીવા જેનો એ.નં. JC44E1615756 તથા ચેચીસ નંબર જોતાં ME4JC448JB8504865 જેની કિ.રૂ.૫૦,૦૦૦/- એમ કુલ એક્ટીવા-૦૪ જેની કુલ કિ.રૂ.૧,૨૦,૦૦૦/-મહેસાણા શહેર બી-ડીવીઝન પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોડ ટીમ તથા નેત્રમ કમાન્ડ કંટ્રોલ ટીમ(એ.આર.પટેલ)પોલીસ ઇન્સ્પેકટર મહેસાણા શહેર બી-ડીવી.પો.સ્ટે.