*ગાંધીનગર સાયબર સેલમાં ઓનલાઈન ફરિયાદ: માંગરોળના મોબાઈલ દુકાનદાર સાથે આંતરરાજ્ય ટોળકીએ આચરી ઠગાઈ, નકલી DTDC કુરિયર ની રસીદ મોકલી રૂ. 4790 પડાવ્યા.*માંગરોળ મોબાઈલ એસેસરીઝના વેપારની આડમાં દેશભરમાં નેટવર્ક ચલાવતી આંતરરાજ્ય સાયબર ફ્રોડ ટોળકીએ હવે માંગરોળના એક સ્થાનિક વેપારીને શિકાર બનાવ્યા છે. ઓર્ડર આપ્યા બાદ પાર્સલ ન મોકલી અને ત્યારબાદ જાણીતી કુરિયર કંપનીની નકલી રસીદ વોટ્સએપ પર મોકલીને વેપારી સાથે રૂપિયા 4,790ની ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી છે. આ મામલે જાગૃત વેપારીએ સૌ પ્રથમ ગાંધીનગર સાયબર ક્રાઈમ સેલમાં ઓનલાઈન ફરિયાદ નોંધાવતા તેમને એકનોલેજમેન્ટ નંબર પણ ફાળવી દેવાયો છે. જેના આધારે હવે માંગરોળ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કડક કાર્યવાહી કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.*સમગ્ર ઘટનાક્રમ વિગતવાર:**બીજા રાજ્યમાંથી આપ્યો હતો ઓર્ડર:* માંગરોળ શહેરમાં જ રહીને મોબાઈલ રિપેરિંગની દુકાન ચલાવતા સ્થાનિક રહીશે અન્ય રાજ્યના એક વેપારી/ટોળકી પાસેથી મોબાઈલ ફોનનો ઓર્ડર આપ્યો હતો. આ ઓર્ડર પેટે વેપારીએ રૂપિયા 4,790ની ચુકવણી પણ ઓનલાઈન કરી દીધી હતી.*ફોન ઉપાડવાનું બંધ કર્યું:* પૈસા ચૂકવી દીધા બાદ પણ ઘણા દિવસો સુધી ઓર્ડર મુજબનું પાર્સલ માંગરોળ ન પહોંચતા વેપારીને શંકા ગઈ હતી. આથી તેમણે ઓર્ડર લેનાર વ્યક્તિને સતત ફોન કર્યા હતા, પરંતુ સામેવાળા શખ્સે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું.*વિશ્વાસ જીતવા નકલી રસીદ મોકલી:* વેપારી સતત સંપર્ક કરી રહ્યા હોવાથી સાયબર ગઠિયાએ પકડાઈ જવાની બીકે એક નવો કીમિયો અજમાવ્યો હતો. તેણે જાણીતી કુરિયર એજન્સી 'DTDC'ની એક સંપૂર્ણ નકલી અને બોગસ કુરિયર રસીદ (બિલ) બનાવીને વેપારીના મોબાઈલ પર મોકલી આપી હતી, જેથી વેપારી એમ સમજે કે તેમનો માલ કુરિયર થઈ ગયો છે.*વોઈસ મેસેજ બાદ પણ ફોન ન ઉપાડ્યા* આરોપીએ વોઈસ મેસેજ છોડીને અન્ય કુરિયરથી માલ મોકલવાનો દાવો તો કર્યો, પરંતુ ત્યારબાદ પણ વેપારીએ જ્યારે ફોન કર્યા ત્યારે આરોપીએ ફોન ઉપાડવાનું ચાલુ રાખ્યું ન હતું અને સતત ફોન કાપતો રહ્યો હતો. આથી પોતે છેતરાયા હોવાની વેપારીને પાકી ખાતરી થઈ ગઈ હતી.*કાયદેસરની કાર્યવાહી શરૂ:*આ રસીદ બોગસ હોવાનું અને પોતે આંતરરાજ્ય સાયબર ફ્રોડ ટોળકીનો ભોગ બન્યા હોવાનું સમજાતા જ *ગાંધીનગર સાયબર સેલ અને સ્થાનિક પોલીસમાં દોડધામ:વેપારીએ સમય ગુમાવ્યા વિના ઓનલાઈન માધ્યમથી ગાંધીનગર સાયબર સેલ* નો સંપર્ક કર્યો હતો. ગાંધીનગર સાયબર સેલ દ્વારા આ ફરિયાદ સ્વીકારીને વેપારીને *એકનોલેજમેન્ટ નંબર* પણ આપી દેવામાં આવ્યો છે. આ ઓનલાઈન ફરિયાદ અને ટ્રેકિંગ નંબરના આધારે હવે માંગરોળ પોલીસ મથકમાં આ ગઠિયાઓ વિરુદ્ધ આઈ.ટી. એક્ટ અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધી, કડક કાનૂની પગલાં ભરવા માટે સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા વેપારી દ્વારા આગળ ધપાવવામાં આવી રહી છે..