“ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપ 2026” સફળતાપૂર્વક યોજાઈગુજરાત રાજ્ય સ્તરની કરાટે સ્પર્ધા “ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપ 2026” સબ જુનિયર, કેડેટ અને જુનિયર કેટેગરી માટે સફળતાપૂર્વક યોજાઈ હતી. આ ચેમ્પિયનશિપનું આયોજન Karate Do Federation Gujarat દ્વારા કરવામાં આવ્યું હતું.આ સંસ્થા Karate India Organization, Asian Karate Federation અને World Karate Federation સાથે સંકળાયેલી છે તેમજ Sports Authority of Gujarat દ્વારા માન્યતા પ્રાપ્ત છે. આ કાર્યક્રમનું યજમાનત્વ Karate Association Ahmedabad દ્વારા કરવામાં આવ્યું હતું.???? તારીખ: 2 અને 3 મે 2026???? સ્થળ: વસત્રાલ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, અમદાવાદકરાટે ડો ફેડરેશન ગુજરાતનાં પ્રમુખ હાંસી કલ્પેશ ખત્રીના માર્ગદર્શન અને સહયોગથી આ સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધામાં ડાંગ જિલ્લામાંથી કુલ 5 બાળિકાઓએ ભાગ લીધો હતો:મીના તેજસ્વીબેન ભેરારામભાઈ — સિલ્વર મેડલ અને ગોલ્ડ મેડલકામડી પૂનમબેન મુનાભાઈ — બ્રોન્ઝ મેડલ અને સિલ્વર મેડલઅલબડ પ્રિન્સબેન મહેશભાઈ — બ્રોન્ઝ મેડલધુમ માહીબેન અશ્વિનભાઈ — બ્રોન્ઝ મેડલ અને બ્રોન્ઝ મેડલગાવિત દીપશીલાબેન શીતરુભાઈ — ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલડાંગ જિલ્લાના ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. ટીમ સાથે કોચ તરીકે ભાવિનભાઈ રમેશભાઈ ચૌધરીએ મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું.સાથે KGBV ના સંચાલકશ્રી લતાબેનનો પણ ઉત્તમ સહયોગ મળ્યો હતો, જેના કારણે આશરે 5 જેટલી બાળિકાઓએ આ સ્પર્ધામાં ભાગ લઇ શક્યા હતા.ખેલાડીઓએ ઉત્તમ પ્રદર્શન કરીને ડાંગ જિલ્લાનું નામ ગૌરવપૂર્વક ઉજાગર કર્યું છે.