ઈડર શહેરમાં આકરા ઉનાળાનો પ્રકોપ, બપોર દરમિયાન બજારો અને રસ્તાઓ સૂમસામ
SABARKANTHA | By Akhand Bharat Team | Published:
હવામાન
ઈડર શહેરમાં આકરા ઉનાળાનો પ્રકોપ, બપોર દરમિયાન બજારો અને રસ્તાઓ સૂમસામ
ઈડર શહેરમાં આકરા ઉનાળાનો પ્રકોપ, બપોર દરમિયાન બજારો અને રસ્તાઓ સૂમસામઈડર શહેર સહિત સમગ્ર અરવલ્લી પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. શહેરનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચતા જનજીવન પર તેની સીધી અસર જોવા મળી રહી છે. બપોરના સમયે શહેરના મુખ્ય બજારો, ચાર રસ્તાઓ અને જાહેર માર્ગો લગભગ સૂમસામ બન્યા હતા.તીવ્ર ગરમી અને તપતા સૂર્યપ્રકાશને કારણે લોકો જરૂરી કામ સિવાય ઘર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ખાસ કરીને બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન રસ્તાઓ પર લોકોની અવરજવર ઓછી જોવા મળી રહી છે. ગરમીના કારણે નાના વેપારીઓ, લારી-ગલ્લા ધારકો તેમજ દૈનિક ધંધાર્થીઓના વ્યવસાય પર પણ અસર પડી રહી છે.ઈડર શહેર ડુંગરાળ વિસ્તાર વચ્ચે આવેલું હોવાથી દિવસ દરમિયાન ગરમીનો માહોલ વધુ અનુભવાય છે. દિવસભર તપેલા પથ્થરોના કારણે રાત્રિના સમયે પણ ગરમીમાં ખાસ ઘટાડો થતો નથી, જેના કારણે લોકોને ઉકળાટનો સામનો કરવો પડી રહ્યો છે.ગરમીથી બચવા લોકો ઠંડા પીણાં, શેરડીના રસ, છાસ અને આઈસ્ક્રીમ તરફ વધુ વળ્યા છે. શહેરમાં ઠંડા પીણાં અને જ્યુસની દુકાનો પર ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે.હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ તાપમાન ઊંચું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવા, પૂરતું પાણી પીવાનું અને આરોગ્યની કાળજી રાખવાની અપીલ કરવામાં આવી છે.