*માંગરોળ તાલુકાના હુસેનાબાદ ગામે નદી કિનારે ઝેરી રસેલ્સ વાઇપર સાપનું રેસ્ક્યુ કરવા આવ્યું.*માંગરોળ તાલુકાના હુસેનાબાદ ગામ નેશનલ હાઇવે કાદરીયાની વાડી પાસે નદી કિનારે રાત્રિના સમયે એક ખતરનાક ઝેરી રસેલ્સ વાઇપર સાપ જોવા મળતાં સ્થાનિકોમાં થોડી દહેશત ફેલાઈ હતી. તેને જોવા લોકોના ટોળા એકઠા થયા હતા.માહિતી મળતા સ્નેક રેસ્ક્યુ ટીમ નિકુંજ દિલીપભાઈ વાજા શેરિયાજ થી તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ભારે સાવચેતી સાથે સાપનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.આ સાપ અંદાજે રસેલ્સ વાઇપર હોવાનું જાણવા મળ્યું છે, જે ભારતના સૌથી ઝેરી સાપોમાંનો એક માનવામાં આવે છે. રેસ્ક્યુ બાદ સાપને સુરક્ષિત રીતે માનવ વસાહતથી દૂર છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.સ્નેક રેસ્ક્યુ ટીમ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે આવા ઝેરી સાપ દેખાય તો ગભરાટ ન ફેલાવો, સાપને મારવાનો પ્રયાસ ન કરો અને તરત જ જાણકાર રેસ્ક્યુ ટીમ અથવા વન વિભાગનો સંપર્ક કરો.પત્રકારહસનભાઈ પીરજી હુસેના બાદ