કોબા યુનિટી લીગ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ મા વિજય બની લોટસ હાઈટ ઇલેવન ની ટીમ
GANDHINAGAR | By Akhand Bharat Team | Published:
રમતજગત
કોબા યુનિટી લીગ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ મા વિજય બની લોટસ હાઈટ ઇલેવન ની ટીમ
ગાંધીનગર ના કોબા વિસ્તાર માં કોબા યુવા સમિતિ આયોજિત કોબા યુનિટી લીગ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નુ આયોજન કરવા મા આવ્યું જેમા પાર્કલેન ગ્રીન,બંસરી એલિગન્સ, કુંજ વિહાર,બંસરી પેરેડાઇશ,લોટસ હાઈટ્સ,શુભ પાયોનિયર,એપલ ગ્રીન,નંદનવન બંગલો એમ ટોટલ ૮ ટીમ એ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટ મા મુખ્ય સ્પોન્સર તરીકે બંસરી ગ્રુપ ધર્મેશભાઈ પટેલ જેમણે ટી-શર્ટ તથા તમામ ટ્રોફીના દાતા બન્યા તથા ઘનશ્યામ પ્લાયવુડ હાર્ડવેર - અંકિતભાઈ પટેલ,નવરત્ન ગ્રીન્સ એગ્રો ઇન્ડસ્ટ્રી - જીગ્નેશભાઈ પટેલ,એક્રોન પંપ - મૌલિકભાઈ પટેલ, ગેલેક્સી કેમિકલ - કમલેશભાઈ પટેલ,એપલ ગ્રુપ,રાધે ગ્રુપ,સોહમ ગ્રુપ,લોટસ સોસાયટી ગ્રુપ,મારુતિ એન્જીનીયરીંગ- મુકેશભાઈ પટેલ, એસ. કે હોસ્પિટલ - ડૉ. ઉત્સવભાઈ પટેલ અને તેજસભાઇ પટેલ,દક્ષ રાજુભાઈ પટેલ,દિવ્યાંગભાઈ સ્પોન્સર રહ્યા તેમજ આ ટુર્નામેન્ટ નુ આયોજન કોબા યુવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું તા.૦૩-૦૫-૨૦૨૫ થી ૦૮-૦૫-૨૦૨૫ સુધી ટુર્નામેન્ટ રમાઈ જેમા શુભ પાયોનર અને લોટસ હાઈટ વચ્ચે ફાઇનલ મેચ ૦૮-૦૫-૨૦૨૬ ના રોજ રમાઈ હતી જેમાં લોટસ હાઈટ વિજેતા બની આ સમગ્ર ટૂર્નામેન્ટનો લાઈવ કોમેન્ટ્રી તથા સ્કોર ક્રિક હેરિઓઝ એપ માં બતાવા માં આવતો હતો મેચ ના અંતે સ્પોન્સર દ્વારા ટીમ ને ટ્રોફી આપવા માં આવી સાથે મેચ આયોજક દ્વારા તમામ સ્પોન્સર નું મોમેન્ટો આપી સન્માન કરવા મા આવ્યું એ સાથે માણસા ના લોક લાડીલા નેતા તથા માણસા ના ધારા સભ્ય શ્રી જે. એસ. પટેલ પણ હરાજી રહ્યા હતા સાથે સાથે ટીમ ને બેટ વિતરણ કરી આ ટુર્નામેન્ટ ને ચાર ચાંદ લગાવી દીધા હતા