મયુર મોકાશી. પરિવારના આક્ષેપ: એમ્બ્યુલન્સના સ્ટાફની સંવેદનહીનતા અને વિલંબને કારણે સર્જાઈ કરુણ સ્થિતિકપરાડા:એક તરફ સરકાર ‘૧૦૮’ ઇમરજન્સી સેવાની મોટી-મોટી વાતો કરી રહી છે, ત્યારે બીજી તરફ કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં ૧૦૮ સેવા ગરીબ પરિવાર માટે આશીર્વાદને બદલે અભિશાપ બની હોય તેવી ઘટના સામે આવી છે. કપરાડામાં પ્રસૂતિની પીડામાં તરફડતી માતાને સમયસર મદદ ન મળતા અને ૧૦૮ ના સ્ટાફની કથિત સંવેદનહીનતાને કારણે એક નવજાત બાળકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.શું હતી ઘટના?મળતી માહિતી મુજબ, માંડવા ગામના ૨૦ વર્ષીય જશોદાબેન નિકુળિયા જેઓ હાલ માતા ના ઘરે એકાદ મહિનાથી રહે છે, પિતા હયાત નથી, અને સાસરિયું આસલોનાં મધુળને ફળીયું. જેઓ પોતાની પ્રથમ ડિલિવરી માટે નવમા મહિનાની ગર્ભાવસ્થામાં હતા અને પોતાની પ્રથમ ડિલિવરી માટે પ્રસૂતિની પીડા ઉપડતા પરિવારે તાત્કાલિક ૧૦૮ ને કોલ કર્યો હતો. પરિવારના આક્ષેપ મુજબ, ૧૦૮ ની એમ્બ્યુલન્સને પહોંચવામાં ૪૫ થી ૬૦ મિનિટનો અતિશય વિલંબ થયો હતો. આ સમયગાળો માતા અને બાળક બંને માટે ભારે જોખમી સાબિત થયો.પરિવારના ગંભીર આક્ષેપો: "સ્ટાફની ઉદ્ધતાઈ કે બેદરકારી?"પીડિત પરિવારના રીનાબેને આ ઘટના અંગે અત્યંત ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે એમ્બ્યુલન્સ પહોંચી અને જશોદાબેનની સ્થિતિ ગંભીર હતી, ત્યારે બાળકના ગળાનો ભાગ બહાર આવી ગયો હતો. પરિવારે જ્યારે નર્સને આજીજી કરી કે, "દર્દીના કપડાં ઉપર કરો જેથી ડિલિવરીમાં સરળતા રહે," ત્યારે ફરજ પરની લેડી નર્સે કપડાં ઉપર કરવાની સ્પષ્ટ મનાઈ કરી દીધી હતી.એટલું જ નહીં, પરિવારજનોના જણાવ્યા અનુસાર, સ્ટાફે મદદ કરવાને બદલે ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા કહ્યું હતું કે, "તમને માત્ર ૧૦૮ જ દેખાય છે? શું બીજું કોઈ વાહન નથી દેખાતું?" આ પ્રકારની સંવેદનહીનતાએ પરિવારને આઘાતમાં મૂકી દીધા છે.PHC માં સુવિધાનો અભાવ અને અંતે નિષ્ફળતા૧૦૮ ના સ્ટાફે જશોદાબેનને કપરાડા PHC માં દાખલ કર્યા, પરંતુ ત્યાં પ્રાથમિક સુવિધાઓનો જ અભાવ હોવાથી તેમને વધુ સારવાર માટે ધરમપુર સ્ટેટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કમનસીબે, ધરમપુર હોસ્પિટલ પહોંચતા જ તબીબોએ બાળકને મૃત જાહેર કર્યું હતું."તંત્ર સામે સવાલોના ઘેરા"...... આ સમગ્ર ઘટનાએ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓની પોલ ખોલી નાખી છે. પ્રશ્ન એ થાય છે કે:૩૫ થી ૪૫ મિનિટના મોડા પહોંચનાર ૧૦૮ સ્ટાફની જવાબદારી કોણ નક્કી કરશે?શું ૧૦૮ ના સ્ટાફને ઈમરજન્સીમાં માનવતાપૂર્ણ વર્તન કરવાની તાલીમ નથી આપવામાં આવતી?અંતરિયાળ વિસ્તારના PHC માં પ્રાથમિક સુવિધાઓ ક્યારે ઉપલબ્ધ થશે?ગરીબ પરિવારે પોતાનું સંતાન ગુમાવ્યું છે, ત્યારે હવે તંત્ર આ ઘટનાની ગંભીરતાથી તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં ભરશે કે પછી આ ફાઇલ પણ સરકારી કાગળોમાં દબાઈ જશે, તે જોવું રહ્યું.