???? માંગરોળના ઐતિહાસિક “ટાવર ગ્રાઉન્ડ”ને બચાવવા નાગરિકોની માંગ ???????? માંગરોળ શહેરના મધ્યમાં આવેલ “ટાવર ગ્રાઉન્ડ” મુદ્દે નાગરિકોએ મામલતદાર કચેરીએ લેખિત રજૂઆત કરી છે.⚽ રજૂઆત મુજબ L.J. Gymkhana Club સામે આવેલ આ ગ્રાઉન્ડ છેલ્લા અંદાજે 80 વર્ષથી જાહેર ક્રિકેટ મેદાન અને સામાજિક કાર્યક્રમોના કેન્દ્ર તરીકે ઉપયોગમાં લેવાતું આવ્યું છે. છતાં આજદિન સુધી તેને સિટી સર્વે નંબર આપવામાં આવ્યો નથી.⚠️ નાગરિકોના જણાવ્યા પ્રમાણે સિટી સર્વે નંબરના અભાવે મેદાન પર ગેરકાયદેસર દખલ અને રસ્તા તરીકે ઉપયોગ થવાની સ્થિતિ ઊભી થઈ રહી છે, જે મેદાનના અસ્તિત્વ માટે ખતરો બની શકે છે.???? રજૂઆતમાં માંગ કરવામાં આવી છે કે: • “ટાવર ગ્રાઉન્ડ”ને તાત્કાલિક નવો સિટી સર્વે નંબર આપવામાં આવે• મેદાનને “આરક્ષિત સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ” જાહેર કરવામાં આવે• કાર્યવાહી ન થાય ત્યાં સુધી પોલીસ સુરક્ષા આપવામાં આવે⚖️ નાગરિકોએ ચેતવણી આપી છે કે આગામી 30 દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ગુજરાત હાઈકોર્ટમાં જનહિત અરજી (PIL) દાખલ કરવામાં આવશે.???? માંગરોળના ઐતિહાસિક અને રમતગમતના વારસાને બચાવવા તંત્ર તાત્કાલિક પગલાં ભરે તેવી લોકોમાં માંગ ઉઠી છે.