તાજેતરમાં નેપાળના પોખરા શહેર ખાતે “સ્પોર્ટ્સ ઓફ ઇન્ડિયા” દ્વારા ભવ્ય ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભારતના વિવિધ રાજ્યોના ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઇવેન્ટમાં એથલેટિક્સ, વોલીબોલ, ફૂટબોલ, બેડમિંટન, બોક્સિંગ, રેસલિંગ, ક્રિકેટ સહિત અનેક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં વિરમગામ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ હતી. વિરમગામની પ્રખ્યાત IPS School માં ફરજ બજાવતા સ્પોર્ટ્સ ટીચર તથા ગુજરાતમાં અનેક રમતોના પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક પ્રાપ્ત કરનાર શ્રી ચેતનસિંહ ચાવડાએ ૮૦૦ મીટર દોડ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.તેમજ તેમના સાથી મિત્ર શ્રી અજયભાઈ ભરવાડે શોટ પુટ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલ જીત્યો હતો. બંને ખેલાડીઓએ પોતાની પ્રતિભા અને મહેનતના બળ પર ગુજરાત, વિરમગામ તથા IPS School નું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવપૂર્વક ઉજાગર કર્યું છે.વિરમગામ શહેર તથા IPS School પરિવાર દ્વારા બંને વિજેતાઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી.