ઓલપાડ તાલુકા માહ્યાવંશી સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો.
SURAT | By Akhand Bharat Team | Published:
શિક્ષણ જગત
ઓલપાડ તાલુકા માહ્યાવંશી સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો.
તા.૩૧-૦૫-૨૦૨૬ રવિવારનાં રોજ મહાદેવ દેસાઈ કુમાર છાત્રાલય ઓલપાડ ખાતે ઓલપાડ તાલુકા માહ્યાવંશી સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો. જેમાં ધોરણ - ૧૦ અને ધોરણ- ૧૨ મળી કુલ ૩૫ વિદ્યાર્થીઓને ટ્રોફી અને નોટબુક આપી સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે સમાજનાં આગેવાનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. કેતનભાઈ માહ્યાવંશી(દિહેણ), ભૂપેન્દ્રભાઈ સુરતી(ઓરમા), વિશાલ સુરતી(સોંસક), અભિષેકભાઈ(બરબોધન), અનિલભાઈ(વડોદ), જીગ્નેશભાઈ(ઓભલા), બાબુભાઈ(અસનાડ) જશવંતભાઈ(કથોદરા) આયોજક મિત્રો દ્વારા કાર્યક્રમ સફળ રહ્યો હતો.
પત્રકાર:- વિશાલ સુરતી
જિલ્લો:- સુરત