૨૨ થી વધુ અનાથ બાળકોને જોડી કપડા અને ગરમીથી લોકોને રાહત આપતા ૭૫૦ લીટર શેરડી - કેરીના રસનું નિ:શુલ્ક વિતરણ કરાયું.પાટણ થી પ્રસિદ્ધ થતા સરસ્વતી શૌર્ય દૈનિક ન્યુઝ પેપરના તંત્રી અને અનેકવિધ સેવાકીય, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા નાયી સમાજના સેવાભાવી નવયુવાન શૈલેષભાઈ નાયી ની સુપુત્રી ચિ.માહી ના ૧૫ મા વર્ષમાં પ્રવેશ પ્રસંગે ની વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે અનોખી રીતે ઉજવણી કરી આજની યુવા પેઢી ને સેવા પ્રવૃત્તિ થકી પોતાનો જન્મ દિવસ ઉજવવાની પ્રેરણા પૂરી પાડી છે. ચિ.માહી એ પોતાના જન્મ દિવસ નિમિત્તે પોતાના પરિવારજનો સાથે શહેરમાં નિરાધાર બાળકોને આશ્રય આપી રહેલા આપણા ઘરમાં રહેતા ૨૨ થી વધુ બાળકો ને એક એક જોડી કપડાં સાથે મિષ્ટ અલ્પાહાર પિરસવામાં આવ્યો હતો.જયારે ગરમીને ધ્યાનમાં રાખીને શહેરના બગવાડા દરવાજા ખાતે થી પસાર થતાં રાહદારીઓ, વાહનચાલકો અને વિસ્તાર ના વેપારીઓને ૨૫૦ લીટર કેરીનો ઠંડો રસ અને ૫૦૦ લીટર મસાલેદાર ઠંડો શેરડી નો રસ વિતરણ કરી લોકોને ગરમીથી મહંદઅંશે રાહત નો અહેસાસ કરાવ્યો હતો.ચિ. માહી ના આ અનોખા જન્મ દિવસની ઉજવણી પ્રસંગે પાટણ નગરપાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ, પાટણ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ મનોજભાઈ પટેલ, નગરસેવક ભરતભાઈ ભાટિયા,નીતાબેન પટેલ,વિજયાબેન બારોટ,માનસીબેન ત્રિવેદી,પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દેવજીભાઈ પરમાર,ભાજપ અગ્રણી ભરતભાઈ દેસાઈ,ગંગારામભાઈ સોલંકી,પ્રભાતભાઈ દેસાઈ,તા.પં.સદસ્ય નાગજીભાઇ દેસાઈ, નરેન્દ્રભાઈ પરમાર, રાજેન્દ્ર હિરવાણીયા, આનંદભાઈ ચૌહાણ, ,પાટણ ૪૨ નાયી સમાજના પ્રમુખ શંકરભાઈ નાયી, ઉપપ્રમુખ આત્મારામભાઈ નાયી,ખજાનચી પ્રહલાદભાઈ નાયી,સહિત મોટી સંખ્યામાં રાજકીય, સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓના આગેવાનો, પત્રકાર મિત્રો અને સગા- સબંધી સહિતના સ્નેહીજનોએ ઉપસ્થિત રહી જન્મ દિવસ ની શુભેચ્છાઓ પાઠવી સેવા પ્રવૃત્તિ દ્રારા કરાયેલ અનોખી જન્મ દિવસ ની ઉજવણી ની સરાહના કરી હતી. રિપોર્ટર:-દશરથ ઠાકોર ચિ. માહી ના જન્મ દિવસ ની ઉજવણીમાં સહભાગી બનનાર સૌ મહાનુભાવો નો રેશમાબેન શૈલેષભાઈ નાયી અને તેમના માતૃશ્રીએ આભાર ની લાગણી વ્યક્ત કરી હતી.