મોરબી જિલ્લાના હળવદ તાલુકામા પેટ્રોલ ડીઝલની અછત સર્જાઈ
હળવદ ધ્રાંગધ્રા હાઇવે ઉપર આવેલ જિઓના પેટ્રોલ પંપની મુલાકાત લેતા ત્યાં પેટ્રોલ ડીઝલ નો જથ્થો ન હોવાથી બેરીકેટ લાગેલા જોવા મળ્યા અને હળવદ માળિયા હાઈવે ઉપર આવેલા દ્વારકાધીશ પેટ્રોલ પંપની મુલાકાત લેતા ત્યાં ટ્રેક્ટરની અડધો કિલોમીટરની લાઈન જોવા મળી.ત્યાંના થાનીક ખેડૂત સાથે વાતચીત કરતાં જણાવ્યુ કે હાલ ટ્રેક્ટરમાં ૩૦૦૦ રૂપિયા નું ડીઝલ ભરી આપે છે.
ચોમાસું નજીક છે અને ખેડૂત ને તેના પાક માટે ખેતર ખેડી ને તૈયાર કરતા હોય છે ડીઝલ પૂરતું ન મળવાથી વર્ષની સિઝન ફેલ થવાની ભીતિ છેવાઈ રહી છ. તંત્રએ ખેડૂતો માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરે તો ખેડૂતોને જરૂરીયાત મુજબ ડીઝલ મળી રહે તો ચોમાસા પહેલા ખેતર ખેડી ને તૈયાર થઈ જાય.