તા. 10/05/2026 ના રોજ ફતેહગઢ ગામે ચાયણા માતાજી, મોમાય માતાજી મંદિર ખાતે પ્રાવથળ વિસ્તાર મેઘવાળ સમાજ સમૂહલગ્ન સમિતિ અને પ્રાવથળ વિસ્તાર મેઘવાળ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા દ્રિતીય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં કચ્છ- મોરબી સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, બાલાસરા તાલુકા પંચાયત સીટના વિજેતા ઉમેદવાર શ્રીમતી વર્ષાબેન દિલીપભાઈ ધૈડા, રાપર નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રીમતી બબીબેન સોલંકી, ગામના સરપંચ, રાજકીય આગેવાનો તેમજ સામાજિક આગેવાનો હાજર રહેલ. આ સમુહલગ્નમાં 19 જેટલાં યુગલોએ પ્રભુતામાં પગલાં પાડેલ જેમને ઉપસ્થિત સંતો મહંતોએ આશીર્વાદ આપેલ. આ સમુહલગ્નમાં અઢારે વર્ણનો આલમ જોવા મળેલ. હાલ ગરમીનું પ્રમાણ વધુ હોવા છતા પણ આ સમુહલગ્નમાં 5000 થી પણ વધુ જન્મેદની ઉમટી પડેલ હતી. આ સમુહલગ્નમાં ગાયક કલાકાર અંજુબેન મકવાણા દ્વારા લગ્નગીતોની રમઝટ બોલાવવામાં આવી હતી. આ સમુહલગ્નમાં સમુહલગ્ન સમિતિના પ્રમુખ રમેશભાઈ દાફડા, સમુહલગ્ન સમીતીના દુદાભાઈ વેરશીભાઈ રાઠોડ, વેલાભાઈ પાંચાભાઇ રાઠોડ, બેચરાભાઈ વી. રાઠોડ, મોહનભાઇ ગોહિલ, ખુમાણભાઈ મનજીભાઇ, માવજીભાઈ માસ્તર, ખુમાણભાઈ દાફડા, દિનેશભાઇ રૂડાભાઈ ગોહિલ, દુદા કાજા, ગેલા દેભા, કૌશિક બગડા, નશાભાઈ મૂછડીયા, માયાભાઇ ધૈડા, રાજેન્દ્ર વાઘેલા વગેરે આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.