પવન સાથે વરસાદ શરૂ થતાં જ વીજળ ગુલ ખાબોચિયા ભરાયા રાહદારીઓને હાલાકી
PANCHMAHAL | By Akhand Bharat Team | Published:
હવામાન
પવન સાથે વરસાદ શરૂ થતાં જ વીજળ ગુલ ખાબોચિયા ભરાયા રાહદારીઓને હાલાકી
ગોધરા શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે ભારે પવન, ધુળની ડમરીઓ અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો અચાનક બદલાયેલા વાતાવરણને કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેનાથી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો મોડી રાત્રે આશરે 12 થી 1 વાગ્યાના સમયગાળા દરમિયાન વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને આકાશમાં ઘેરા વાદળો છવાઈ ગયા હતા અને જોરદાર પવન ફૂંકાવા લાગ્યો હતો જે બાદ અચાનક વરસાદ શરૂ થયો હતો વરસાદ સાથે ગાજવીજ અને વીજળીના કડાકા પણ થયા હતા અને આશરે કલાક જેટલા સમય સુધી વરસાદ પડ્યો હતો જેના કારણે વરસાદની રાત્રે તો લોકોને ઠંડક મળી હતી પરંતુ બીજા દિવસે બપોરે અસહ્ય બાફસાથે ગરમી પણ પડી હતી તો બીજી તરફ મોટા ભાગના વિસ્તારમાં ખાડા ખાબોચિયા ભરાઈ ગયા હતા કાદવ જોવા મળ્યો હતો જેના કારણે વાહન ચાલકો તેમજ પગદંડી કરતા લોકોને હાલાકી ભોગવવી પડી હતી પવન શરૂ થતા જ ગોધરા શહેરમાં વીજળી ગુલ થઈ જતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો કારણ કે એક તરફ mgvcl ધ્વારા અગાઉથી લાઈટ કાપ મૂકી ચોમાસા સીઝન માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી તો બીજી તરફ લોકોનો વિરોધ છે છતાં જબર જસ્તી સ્માર્ટ મીટર ફિટ કરવાની બૂમો પણ અવાર નવાર જોવા મળે છે ત્યારે લોકો મુખે ચર્ચા થઈ રહી છે કે પહેલા સિસ્ટમ સુધારો નાનકડા અમથા પવન અને વરસાદમાં જો વીજળી ડૂલ થતી હોય તો સ્માર્ટ મીટર નાખી લોકોને લૂંટવાના ધંધા બંધ કરવામાં આવે ત્યારે અચાનક વરસેલા આ વરસાદથી તંત્ર અને mgvcl ની પોલ ખોલી નાખી હતી