સાપુતારા ખાતે રૂ. ૩ કરોડના ખર્ચે બનેલ "રેંકડી બજાર" ની દુકાનોની ફાળવણીમાં થયેલ કથિત કૌભાંડની તપાસ કરવા અને મૂળ આદિવાસી વિસ્થાપિતોને ન્યાય આપવા બાબતે ડો.નિરવ ભુલાભાઇ પટેલે મુખ્યમંત્રી અને ડાંગ કલેકટર સમક્ષ રજૂઆત કરી.
NAVSARI | By Akhand Bharat Team | Published:
General
સાપુતારા ખાતે રૂ. ૩ કરોડના ખર્ચે બનેલ "રેંકડી બજાર" ની દુકાનોની ફાળવણીમાં થયેલ કથિત કૌભાંડની તપાસ કરવા અને મૂળ આદિવાસી વિસ્થાપિતોને ન્યાય આપવા બાબતે ડો.નિરવ ભુલાભાઇ પટેલે મુખ્યમંત્રી અને ડાંગ કલેકટર સમક્ષ રજૂઆત કરી.
સાપુતારા ખાતે રૂ. ૩ કરોડના ખર્ચે બનેલ "રેંકડી બજાર" ની દુકાનોની ફાળવણીમાં થયેલ કથિત કૌભાંડની તપાસ કરવા અને મૂળ આદિવાસી વિસ્થાપિતોને ન્યાય આપવા બાબતે ડો.નિરવ ભુલાભાઇ પટેલે મુખ્યમંત્રી અને ડાંગ કલેકટર સમક્ષ રજૂઆત કરી.ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારાના વિકાસ માટે વર્ષ ૧૯૯૬ પહેલાં પોતાના બાપ-દાદાની કિંમતી જમીનો દેશહિતમાં કુરબાન કરનાર ૧૦૦થી ૧૫૦ સ્થાનિક આદિવાસી પરિવારો (હાલ નવાગામ ખાતે વિસ્થાપિત) આજે ચાર દાયકા પછી પણ ગરીબી અને બેરોજગારીની ગર્તામાં જીવી રહ્યા છે.આ આદિવાસી ભાઈ-બહેનો સ્વનિર્ભર બની શકે તે માટે રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા આશરે રૂ. ૩ કરોડના ખર્ચે ૩૦ આધુનિક દુકાનો ધરાવતું "રેંકડી બજાર" બનાવવામાં આવ્યું હતું. પરંતુ અત્યંત દુઃખ સાથે જણાવવું પડે છે કે, સ્થાનિક વહીવટી તંત્ર (નોટિફાઈડ એરિયા કચેરી) ના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતથી આ યોજનાનો હેતુ જ મારી નાખવામાં આવ્યો છે.આ બાબતે સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ અને ખેરગામનાં યુવા ગોલ્ડ મેડલિસ્ટ સર્જન ડો.નિરવ ભુલાભાઇ પટેલે મુખ્યમંત્રી ભુપેન્દ્રદાદા અને ડાંગ કલેકટર સમક્ષ સ્થાનિક લોકોની રજૂઆત અનુસાર નીચે મુજબના ગંભીર મુદ્દાઓ તરફ ધ્યાન દોરી તાકીદના પગલાં લેવા માંગ કરી છે:૧. મૂળ હકદારોની સરેઆમ અવગણના:જે વિસ્થાપિત આદિવાસીઓએ પોતાની જમીનો ગુમાવી અને જેમના ઉત્થાન માટે આ બજાર બન્યું હતું, તેમને પડતા મૂકીને વહીવટી તંત્ર દ્વારા પરપ્રાંતીય અને બહારગામના વગદાર ઈસમોને નજીવા દરે આ દુકાનો ફાળવી દેવામાં આવી છે.૨. સબ-લેટિંગ (ગેરકાયદેસર ભાડે આપવાનું કૌભાંડ):સ્થાનિક કચેરી દ્વારા જે તત્ત્વોને દુકાનો ફાળવાઈ છે, તેઓ પોતે ત્યાં ધંધો કરવાને બદલે બહારગામના વેપારીઓ પાસેથી તગડું ભાડું વસૂલી કમાણીનું સાધન બનાવી બેઠા છે. સરકારી મિલકતનો આ પ્રકારે વ્યાપારીકરણ અને દુરુપયોગ કાયદાની વિરુદ્ધ છે.૩. વચનભંગ અને આદિવાસીઓનો આક્રોશ:વિસ્થાપન સમયે સરકાર દ્વારા સ્થાનિકોને રોજગાર અને ધંધામાં પ્રાથમિકતા આપવાની ખાતરી અપાઈ હતી. આજે આદિવાસીઓ મજૂરી કે લારી-ગલ્લા ચલાવવા મજબૂર છે અને બહારના લોકો સરકારી સુવિધાઓ ભોગવે છે, જેના કારણે સ્થાનિક આદિવાસી સમાજમાં ભારે આક્રોશ અને અન્યાયની ભાવના વ્યાપી ગઈ છે.આ બાબતે સ્થાનિક લોકોની માંગ છે કે 1)સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા તપાસ: ડાંગ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટરશ્રીની દેખરેખ હેઠળ અથવા ગાંધીનગર સ્તરથી એક સ્વતંત્ર કમિટી નીમીને "રેંકડી બજાર"ની તમામ ૩૦ દુકાનોની ફાળવણી પ્રક્રિયાની તટસ્થ તપાસ કરવામાં આવે.2)ગેરકાયદેસર ફાળવણી રદ કરવી: જે લોકો મૂળ વિસ્થાપિત આદિવાસી નથી અથવા જેમણે દુકાનો આગળ ભાડે આપી દીધી છે, તેમની ફાળવણી તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે.3)નવી પારદર્શક ફાળવણી: આ તમામ દુકાનો માત્ર ને માત્ર ૧૯૯૬ પહેલાના મૂળ વિસ્થાપિત આદિવાસી પરિવારોના વારસદારોને જ બાયોમેટ્રિક કે યોગ્ય ચકાસણી કરીને સોંપવામાં આવે. જો આ બાબતે ત્વરિત પગલાં નહીં લેવાય તો આદિવાસી વિકાસની આ યોજના માત્ર કાગળ પર રહી જશે અને ગરીબોનો સરકારી તંત્ર પરથી વિશ્વાસ ઉઠી જશે.મુખ્યમંત્રી ગરીબ આદિવાસીઓના હક માટે સંવેદનશીલ નિર્ણય લઈ ન્યાય અપાવશો તેવી આશા રાખ્યે છીએ.