સાવરકુંડલાના નાનાઝીંઝુડામા ભક્તિનો મહાસાગર ઉલટ્યો પ.પૂ. મસાપીર બાપુના પાવન સાનિધ્યમાં માં મોમાઈનો ૨૪ કલાકનો ‘નવરંગો માંડવો’ સંપન્ન___________________________શ્રદ્ધા, સેવા અને સંસ્કૃતિનો અનોખો સંગમ: મોમાઈ ગ્રુપના સેવકોની ખડેપગે સેવા વચ્ચે હજારો માઈભક્તોએ મહાપ્રસાદનો લ્હાવો લીધો-----------------------------------------ડાક-ડમરુના ગુંજારવ અને સંતોની ઉપસ્થિતિમાં આખું ગોંદરું ‘જય મોમાઈ’ના નાદ સાથે આધ્યાત્મિક ચેતનાથી છલકાયુંસાવરકુંડલા તાલુકાના ઐતિહાસિક નાનાઝીંઝુડા ગામના પાદરે, આપણી પ્રાચીન લોક-સંસ્કૃતિ અને અણમોલ આધ્યાત્મિક વારસાને ઉજાગર કરતો એક મંગલમય પ્રસંગ યોજાઈ ગયો. ગાયોના પવિત્ર ગોંદરે બિરાજમાન આદ્યશક્તિ માં મોમાઈ માતાજીના ૨૪ કલાકના ભવ્ય ‘નવરંગા માંડવા’નું આયોજન અત્યંત શ્રદ્ધા, ભક્તિ અને અપાર સેવાભાવ સાથે સંપન્ન થયું છે.આ દિવ્ય મહોત્સવનું આયોજન મોમાઈ માતાજી મંદિરના મહંત અને આધ્યાત્મિક ઉર્જાના સ્ત્રોત એવા *પરમ પૂજ્ય મસાપીર બાપુ* ના પાવન આશીર્વાદ અને પ્રેરણાદાયી સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું. બાપુની નિશ્રામાં યોજાયેલા આ અનુષ્ઠાને સમગ્ર પંથકમાં નવી આધ્યાત્મિક ચેતનાનો સંચાર કર્યો છે.મહોત્સવનો પ્રારંભ માં મોમાઈના અત્યંત ભવ્ય અને સામૈયા સાથે થયો હતો, ડાક ડમરૂ તેમજ ઢોલ-નગારાના ગુંજારવ અને અબીલ-ગુલાલની છોળો વચ્ચે માતાજીની પધરામણી થતા વાતાવરણ દિવ્ય તેજથી પ્રજ્વલિત થઈ ઉઠ્યું હતું. ૨૪ કલાકના આ અખંડ માંડવા દરમિયાન શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે અત્યંત શ્રદ્ધાપૂર્વક થાંભલી રોપણ ત્યારબાદ ડાક-ડમરુના ગંભીર નાદ અને માતાજીના ગુણગાન સાથે ભક્તિમય રાત્રિ.પરમ વંદનીય સંતો-મહંતોની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિ અને ભવ્ય મહાઆરતી. વિધિવિધાન કી પૂજા કરવામાં આવી હતીઆ ધાર્મિક મહોત્સવમાં ભક્તિની સાથે સેવાનો પણ અદભૂત સમન્વય જોવા મળ્યો હતો. ‘મોમાઈ ગ્રુપ’ ના નિષ્ઠાવાન યુવાનો અને સ્વયંસેવકોએ રાત-દિવસ જોયા વગર ખડેપગે રહી વ્યવસ્થા સંભાળી હતી. મહોત્સવના ભાગરૂપે યોજાયેલા ભવ્ય મહાપ્રસાદમાં હજારો માઈભક્તોએ ખૂબ જ ભાવપૂર્વક પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ભોજન, ભજન અને સેવાનો આ ત્રિવેણી સંગમ સૌ શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.સાવરકુંડલા તાલુકા પંથક તેમજ આસપાસના અનેક ગામોમાંથી માઈભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. ભાવિકોએ માં મોમાઈના તેજસ્વી સ્વરૂપના દર્શન કરી અને પ.પૂ. મસાપીર બાપુના આશીર્વાદ મેળવી કૃતાર્થતા અનુભવી હતી. સમગ્ર આયોજન દરમિયાન નાનાઝીંઝુડાનું ગોંદરું એક પવિત્ર તીર્થધામમાં પરિવર્તિત થઈ ગયું હતુ