સમી તાલુકામાં પ્રથમવાર ગ્રામ્ય સ્તરે નવનિયુક્ત કર્મચારીઓનો સન્માન સમારોહ અને તેજસ્વી તારલાઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
PATAN | By Akhand Bharat Team | Published:
શિક્ષણ જગત
સમી તાલુકામાં પ્રથમવાર ગ્રામ્ય સ્તરે નવનિયુક્ત કર્મચારીઓનો સન્માન સમારોહ અને તેજસ્વી તારલાઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
શિક્ષણ અને સમાજના ઉત્થાનના અનોખા સંગમ સમાન એક ઐતિહાસિક કાર્યક્રમ સમી તાલુકાના મહમદપુરા ગામે યોજાઈ ગયો. સમીના" શ્રી મહંમદપુરા શિક્ષણ સમિતિ અને મહંમદપુરા ગ્રામજનો" ના સંયુક્ત ઉપક્રમે તાલુકામાં સૌપ્રથમવાર ગ્રામ્ય લેવલે સરકારી સેવામાં નવનિયુક્ત કર્મચારીઓનો સન્માન સમારોહ તથા ગામના તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહભેર અને ભવ્ય રીતે સંપન્ન થયો હતો. ગ્રામ્ય સ્તરે શિક્ષણનો વ્યાપ વધે અને યુવાનોને પ્રેરણા મળે તેવા ઉમદા હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં તાજેતરમાં જ વિવિધ સરકારી વિભાગોમાં પસંદગી પામી ગામનું નામ રોશન કરનાર નવ નિયુક્ત કર્મચારીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ ચાલુ શૈક્ષણિક વર્ષમાં શાળા-કોલેજ કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર મહમદપુરા ગામના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ અને પ્રમાણપત્ર આપી નવાજવામાં આવ્યા હતા. આ સન્માન પામીને વિદ્યાર્થીઓના ચહેરા પર એક અનોખી ખુશી અને ભવિષ્યમાં વધુ આગળ વધવાનો આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો. કાર્યક્રમમાંગામનાવડીલો,યુવાનો,મહિલાઓ અને શિક્ષણ સમિતિના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સુંદર અને સફળ આયોજન બદલ સમગ્ર સમી તાલુકામાં શ્રી મહંમદપુરા શિક્ષણ સમિતિ અને મહંમદપુરા ગામના યુવાનો તથા ગ્રામજનોની ચોમેર પ્રશંસા થઈ રહી છે. રિપોર્ટર:-દશરથ ઠાકોર