"સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ" વિશે નાયબ કલેકટર શ્રી એચ.ટી.મકવાણા સાહેબ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી.
SURENDRANAGAR | By Akhand Bharat Team | Published:
શિક્ષણ જગત
"સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ" વિશે નાયબ કલેકટર શ્રી એચ.ટી.મકવાણા સાહેબ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી.
*હવે મામલતદાર કચેરી ખાતે આવેલ જનસેવા કેન્દ્રની લાંબી લાઈનોમાંથી મુક્તિ : ઘરે બેઠા “સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ” પર 14થી વધુ સરકારી સેવાઓનો લાભ નાગરિકો અને વિદ્યાર્થીઓને મળશે.*રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ સરળતાથી, પારદર્શક રીતે અને સમય બચાવીને ઉપલબ્ધ થાય તે હેતુથી “સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ” કાર્યરત કરવામાં આવેલ છે. આ પોર્ટલ અંગે લોકોમાં વધુમાં વધુ જાગૃતિ આવે તે હેતુસર જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.*નાયબ કલેક્ટર શ્રી એચ ટી. મકવાણા, ચોટીલા દ્વારા “સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ” અંગે લોકોને સરળ ભાષામાં સંપૂર્ણ માહિતી મળી રહે તે માટે વિશેષ માર્ગદર્શક વિડિયો તૈયાર કરવામાં આવ્યો છે,* જેમાં પોર્ટલ પર ઉપલબ્ધ સેવાઓ, ઓનલાઈન અરજી પ્રક્રિયા, જરૂરી દસ્તાવેજો તથા અરજી કરવાની પદ્ધતિ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી છે.હવે સામાન્ય નાગરિકોને નાની-મોટી સેવાઓ માટે મામલતદાર કચેરી ખાતે આવેલ જનસેવા કેન્દ્ર સુધી જવાની જરૂર નહીં પડે તેમજ લાંબી લાઈનો અને કતારોમાં ઉભા રહેવાની પણ જરૂર રહેશે નહીં. નાગરિકો ઘરે બેઠા ઓનલાઈન અરજી કરીને વિવિધ સરકારી સેવાઓનો લાભ મેળવી શકશે.“સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ” મારફતે ઘરે બેઠા *જાતિ પ્રમાણપત્ર, આવક પ્રમાણપત્ર, વિધવા પ્રમાણપત્ર, નોન-ક્રીમીલેયર પ્રમાણપત્ર, ડોમિસાઇલ પ્રમાણપત્ર, સિનિયર સિટિઝન પ્રમાણપત્ર, રેશનકાર્ડમાં નામ ઉમેરવા, નામ કઢાવવા, ડુપ્લિકેટ રેશનકાર્ડ મેળવવા સહિત 14થી પણ વધુ સરકારી સેવાઓ માટે ઓનલાઈન અરજી કરી શકાશે.*આ પોર્ટલના ઉપયોગથી નાગરિકોનો સમય અને ખર્ચ બચશે તેમજ સરકારી સેવાઓ ઝડપથી અને સરળતાથી ઉપલબ્ધ બનશે. ગ્રામ્ય વિસ્તારના લોકો, વિદ્યાર્થીઓ, વડીલો તથા સામાન્ય નાગરિકો સુધી આ ડિજિટલ સેવાઓનો લાભ વધુમાં વધુ પહોંચે અને લોકો ડિજિટલ માધ્યમોનો વધુ ઉપયોગ કરે તે હેતુથી આ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.તૈયાર કરાયેલ વિડિયો દ્વારા લોકોને *“ઘરે બેઠા સેવા – સરળ સેવા”* ના અભિગમ સાથે સરકારી સેવાઓનો લાભ લેવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારની ડિજિટલ પહેલને લોકો સુધી અસરકારક રીતે પહોંચાડવા માટે આ પ્રયાસ મહત્વપૂર્ણ સાબિત થશે.