તા:૨૯/૦૫/૨૦૨૬ પ્રેસનોટ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા "નેશનલ મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડે" ની ઉત્સાહભેર ઉજવણી... “Together for a Period Friendly World” થીમ હેઠળ શહેરી આરોગ્ય કેન્દ્રો દ્વારા કિશોરીઓ માટે વિશેષ સ્વાસ્થ્ય તપાસ અને જાગૃતિ અભિયાન .... જુનાગઢ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ૨૮ મે ૨૦૨૬ ના રોજ "નેશનલ મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડે" (રાષ્ટ્રીય માસિક ધર્મ સ્વચ્છતા દિવસ) ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૬ ની વૈશ્વિક થીમ “
JUNAGADH | By Akhand Bharat Team | Published:
હેલ્થ
તા:૨૯/૦૫/૨૦૨૬ પ્રેસનોટ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા "નેશનલ મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડે" ની ઉત્સાહભેર ઉજવણી... “Together for a Period Friendly World” થીમ હેઠળ શહેરી આરોગ્ય કેન્દ્રો દ્વારા કિશોરીઓ માટે વિશેષ સ્વાસ્થ્ય તપાસ અને જાગૃતિ અભિયાન .... જુનાગઢ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ૨૮ મે ૨૦૨૬ ના રોજ "નેશનલ મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડે" (રાષ્ટ્રીય માસિક ધર્મ સ્વચ્છતા દિવસ) ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૬ ની વૈશ્વિક થીમ “
તા:૨૯/૦૫/૨૦૨૬ પ્રેસનોટ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા "નેશનલ મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડે" ની ઉત્સાહભેર ઉજવણી... “Together for a Period Friendly World” થીમ હેઠળ શહેરી આરોગ્ય કેન્દ્રો દ્વારા કિશોરીઓ માટે વિશેષ સ્વાસ્થ્ય તપાસ અને જાગૃતિ અભિયાન .... જુનાગઢ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ૨૮ મે ૨૦૨૬ ના રોજ "નેશનલ મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડે" (રાષ્ટ્રીય માસિક ધર્મ સ્વચ્છતા દિવસ) ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૬ ની વૈશ્વિક થીમ “Together for a Period Friendly World” અંતર્ગત શહેરના તમામ શહેરી આરોગ્ય કેન્દ્રો દ્વારા વિવિધ વિસ્તારોમાં કિશોરીઓ માટે ખાસ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય હેતુ માસિક ધર્મ (માસિક ચક્ર) અંગે શહેરમાં પ્રવર્તતા શરમ, સંકોચ દૂર કરી, આ કુદરતી પ્રક્રિયાને સહજતાથી સ્વીકારવા માટે લોકોને જાગૃત કરવાનો છે. આ વિશેષ કાર્યક્રમો દરમિયાન આરોગ્ય વિભાગની ટીમો દ્વારા કિશોરીઓને માસિક ધર્મ અને તે દરમિયાન રાખવી પડતી શારીરિક સ્વચ્છતા વિશે વિગતવાર સમજણ પૂરી પાડવામાં આવી હતી. સમાજમાં માસિક ધર્મને લઈને પ્રવર્તતી વર્ષો જૂની ગેરમાન્યતાઓ અને કુરિવાજોને દૂર કરવા અંગે કિશોરીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું,તેમજ માસિક દરમિયાન થતી શારીરિક તકલીફો અને પીડાને વૈજ્ઞાનિક ઢબે કેવી રીતે નિવારી શકાય તેમજ "આજની કિશોરી એ ભાવી પેઢીનું ભવિષ્ય છે" તે સૂત્રને સાર્થક કરતા, તેમના ઉત્કૃષ્ટ સ્વાસ્થ્યની સંભાળ કેવી રીતે લેવી તે અંગે બહેનોને ખાસ પ્રેરિત કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે કિશોરીઓના સ્વાસ્થ્યના રક્ષણ માટે તેમના હિમોગ્લોબિન સહિતનું જનરલ હેલ્થ ચેક-અપ કરવામાં આવ્યું હતું, તેમજ આયર્નની ઉણપ નિવારવા માટે આઇ.એફ.એ. (IFA) ટેબ્લેટ્સ અને સેનેટરી પેડ્સનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત,પર્યાવરણ અને સ્વાસ્થ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને "રેડ ડોટ કેમ્પેઈન" (RED DOT CAMPAIGN) અંતર્ગત વિશેષ કામગીરી કરવામાં આવી હતી,જેમાં વપરાયેલા સેનેટરી પેડ્સનો સુરક્ષિત અને યોગ્ય નિકાલ (Safe Sanitary Pad Disposal) કેવી રીતે કરવો તે અંગે પ્રાયોગિક સમજણ આપી કિશોરીઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. જૂનાગઢ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના આ સરાહનીય પ્રયાસથી શહેરી વિસ્તારની કિશોરીઓમાં આરોગ્ય અને સ્વચ્છતા પ્રત્યે એક નવો જાગૃતિનો સંચાર જોવા મળ્યો છે.પબ્લિક રિલેશન ઓફિસરમહાનગર પાલિકા,જુનાગઢ.તંત્રીશ્રી/પ્રતીનીધીશ્રી....ઉપરોક્ત પ્રેસનોટ આપના લોકપ્રિય દૈનિક વર્તમાન પત્રમાં વીના મુલ્યે પ્રસિદ્ધ કરવા વિનંતી.