ચીઠોડા પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ ૧૦૩(૧), ૧૧૮(૨), ૧૧૫(૨), ૩૫૧(૨), ૩૫૨, ૧૮૯(૨), ૧૮૯(૪), ૧૯૧(૨), ૧૯૧(૩), ૧૯૦, ૩૨૪(૪), ૧૨૫(અ) તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો, ગત 19 મેના રોજ સાંજના સુમારે બની આ ઘટનામાં ગાડીવાંકડા ગામના 12 જેટલા લોકોએ એકસંપ થઈ મનુ ડામોર ની પત્ની ડાકણ હોવાનો વહેમ રાખી તેમને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન મનુભાઈ અને તેમના દીકરાઓ વચ્ચે પડતા તેમના પર પણ હુમલો કર્યો હતો. તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે આરોપીઓએ એકસંપ થઈ સાહેદ જીતેન્દ્રભાઈ મનુભાઈ ડામોર, સતીષભાઈ મનુભાઈ ડામોર તથા મનુભાઈ રામજીભાઈ ડામોરના ઘરે આવી મનુભાઈની પત્ની કમળાબેનને ડાકણ કહી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગાળો બોલી હતી. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી ચીઠોડા પોલીસ સ્ટેશનની ટીમ વિવિધ સ્થળોએ સઘન તપાસ હાથ ઘરી આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ચીઠોડા પોલીસ ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ઘરવામાં આવી છે...પકડાયેલ આરોપીઓ :(1) વાલજીભાઈ સળુજી ડામોર, (2) જીગ્નેશભાઈ વાલજીભાઈ ડામોર, (3) રોહીતભાઈ કાન્તીભાઈ ડામોર, (4) જીવાજી સળુજી ડામોર, (5) નગજીભાઈ સળુજી ડામોર, (6) હીરાજી સળુજી ડામોર, (7) વિજયભાઈ હિરાજી ડામોર(8) કાન્તીભાઈ સળુજી ડામોર(9) સંગીતાબેન નગજીભાઈ ડામોર, (10) અરૂણાબેન વાલજીભાઈ ડામોર, (11) શારદાબેન કાન્તીભાઈ ડામોર, (12) સિતાબેન હિરાજી ડામોરતમામ રહે. ગામ, ગાડી, તા. વિજયનગર, જી. સાબરકાંઠા..