તલોદમાં બકરી ઇદ ઉલ-અઝહા ની હર્ષોલ્લાસ સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી
SABARKANTHA | By Akhand Bharat Team | Published:
તહેવાર
તલોદમાં બકરી ઇદ ઉલ-અઝહા ની હર્ષોલ્લાસ સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી
તલોદમાં બકરી ઇદ ઉલ-અઝહા ની હર્ષોલ્લાસ સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી તલોદ શહેર મા આવેલ મસ્જિદ ખાતે હજારો મુસ્લિમ બિરાદરોએ બકરી ઇદ પર્વ પર ભારે ઉલ્લાસ સાથે સામૂહિક નમાજ અદા કરી હતી વહેલી સવારથી જ સમગ્ર તલોદ શહેર ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો સવારથી જ નાના મોટા સૌ કોઇ નવા વસ્ત્રો સજીને મસ્જિદ ખાતે સૌ એકત્રિત થઇ હજારો ની સંખ્યા મુસ્લિમ બિરાદરો એ એક સાથે નમાજ યદા કરી હતી ત્યારબાદ તેમણે ઇસ્લામ ધર્મનું આધ્યાત્મિક અને સામાજિક મહત્વ સમજાવ્યું હતું નમાજના અંતે દેશમાં અમન સુખ શાંતિ પ્રગતિ અને કોમી એકતા માટે ખાસ દુવા માગવામાં આવી હતી એકબીજાને ગળે મળી ઇદ-મુબારક પાઠવી એકબીજાને ઇદની શુભકામનાઓ પાઠવી હતી અને દેશમાં અને સમાજમાં એકતા અને ભાઇચારાનો પ્રેમનો સંદેશો પહોંચાડયો હતો આ પ્રસંગે તલોદ પોલીસ સ્ટાફ મિત્રોને ખુબ સાથ સહકાર મળ્યો હતો તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો આ બકરી ઇદ ના પર્વ પર તલોદ શહેર ના પ્રમુખ : ઇસ્માઇલભાઇ ઇશાકભાઇ પટેલ મંત્રી: લિયાકતભાઇ ઇસ્માઇલભાઇ મન્સુરી અને ઉપપ્રમુખ : ઇમરાનભાઇ ઇસ્માઇલભાઇ લુહાર ઉપસ્થિત રહી આ પર્વ નું સુંદર આયોજન કરવા માં આવ્યું હતું રિપોર્ટર : આસિફ લુહાર તલોદ સાબરકાંઠા