સંજેલી તાલુકામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો આકાશમાં ઘેરાયેલા કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને ઉકળાટથી પરેશાન બનેલા લોકો માટે વરસાદ રાહતરૂપ સાબિત થયો છે. વરસાદના આગમન સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીમાંથી આંશિક મુક્તિ મળી હતી. વરસાદને કારણે માર્ગો પર પાણી વહેતા જોવા મળ્યા હતા અને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વાતાવરણમાં આવેલા આ અચાનક પલટાને કારણે સમગ્ર પંથકમાં ઠંડક છવાઈ.. સંજય રાઠોડ