વિસાવદર શ્રી સરદાર પટેલ સેવાદળ દ્વારા તેજસ્વી તારલાઓ નો16મો સરસ્વતી સન્માન સમારોહ સંપન્નગુરૂકુલ નાં સંતો તેમજ જ્ઞાતિ અગ્રણીઓ સહિત ની ખાસ ઉપસ્થિતિવિસાવદર : તાજેતરમાં સરદાર પટેલ સેવાદળ વિસાવદર દ્વારા સ્વામિનારાયણ ગુરુકુલ વિસાવદર નાં ઉપક્રમે પ. પૂ. આનંદસ્વામી, પ .પૂ. મુકુંદસ્વામી નાં રૂડાં આશીર્વાદ તેમજ સંસ્થા નાં પ્રમુખ રમણીકભાઇ દુધાત્રા ના માર્ગદર્શન અને સમગ્ર ટીમ નાં આયોજન દ્વારા તાલુકા ની વિવિધ શાળાઓમાં માં ધોરણ ૧૦ અને ૧૨ માં શાળા વાઈઝ અવલ્લ નંબરે ઉત્તીર્ણ થયેલા પ્રથમ, દ્વિતિય તેમજ તૃતીય નંબર મેળવનાર લેઉવા પટેલ જ્ઞાતિના 93 તેજસ્વી તારલાઓ નાં શિલ્ડ,નોટબુક , બોલપેન એનાયત કરીને સન્માન કરવામાં આવેલ શિલ્ડ દાતા વિસાવદર તાલુકાના મોટા ભલગામ ના વતની ધર્મજ ગ્રુપ સુરતના સંચાલક શ્રી છગનભાઈ કોટડીયા ને સન્માનપત્ર આપી સન્માન કરાયેલ તથા દરેક વિધાર્થીઓને બે નોટબુક આપનારા દાતાશ્રી છગનભાઇ માલવિયા ને તથા બોલપેન દાતા સુભાસભાઈ ભાયાણી ને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવેલ સમારોહ માં વિધાર્થીઓ ને થેલી આપનાર જેન્તીભાઇ ખૂટ નું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ હતું તેમજ 12 કોમર્સ મા 5 વિસયમાં 100 માથી 100 માર્ક મેળવી ગુજરાત માં પ્રથમ ક્રમેં આવનાર રિયા જીતેદ્રભાઈ ડોબરીયા તથા ડો. વર્તલ સાવલીયા ને તથા ઓમ રબડીયા ને શિલ્ડ આપી સન્માન કરાયેલ, કાર્યક્રમ દરમિયાન જૂનાગઢ જિલ્લા પંચાયત ના પ્રમુખ પ્રતિનિધી વિપુલભાઈ કાવણી, સભ્ય જયસુખભાઈ પાઘડાર પૂર્વ સભ્ય ચંદ્રરીકાબેન વાગડોદિયા,સમાજ અગ્રણી ઓ , વિસાવદર, પત્રકાર સી.વી. જોશી, શ્યામભાઈ ચાવડા, ઇન્દ્રેશભાઈ કોટડીયા ઉપસ્થિત રહેલ સમારોહ માં સરદાર પટેલ સેવા દળ ના પ્રમુખ રમણીકભાઇ દુધાત્રા, ભરતભાઈ કોટડીયા એ સુંદર વક્તવ્ય આપેલ સમારોહ દરમિયાન વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ સમારોહ ને સફળ બનાવવા સરદાર પટેલ સેવાદળ નાં પ્રમુખ રમણીકભાઇ દુધાત્રા, મંત્રી જેન્તીભાઇ ખૂંટ, ઉપપ્રમુખ વિપુલભાઈ વેકરિયા, ખજાનચી અતુલભાઈ રાણપરિયા, સભ્યો નાથાભાઈ વસોયા, જયસુખભાઇ રતનપરા, ધીરજભાઈ પડસાળા, જીતેન્દ્રભાઈ ડોબરીયા, વિજયભાઈ રીબડીયા, સુરેશભાઇ ભુવા, ધનશ્યામભાઈ ભાલાળા , ડાયા ભાઈ વેકરીયા કમલેશભાઈ ઠુંમર, ઘનશ્યામ માંડણકા ,સહિતનાએ જહેમત ઉઠાવેલ કાર્યક્રમ બાદ અલ્પાહાર અને ચા પાણી ની વ્યવસ્થા નું સુંદર આયોજન કરવામાં આવેલ, કાર્યક્રમ નું શાબ્દિક સ્વાગત ઉપપ્રમુખ વિપુલભાઈ વેકરીયા એ કરેલ સમારોહનું સફળ સંચાલન જીતેન્દ્રભાઈ ડોબરીયા દ્વારા કરવામાં આવેલ હતું