૭૭મો વન મહોત્સવ : અરવલ્લી જિલ્લામાં જિલ્લા કક્ષાની મેઘરજ ખાતે ઉજવણી
ARVALLI | By Akhand Bharat Team | Published:
ટેક
૭૭મો વન મહોત્સવ : અરવલ્લી જિલ્લામાં જિલ્લા કક્ષાની મેઘરજ ખાતે ઉજવણી
???? ૭૭મો વન મહોત્સવ : અરવલ્લી જિલ્લામાં જિલ્લા કક્ષાની મેઘરજ ખાતે ઉજવણી
આદિજાતિ વિકાસ તથા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી પી.સી. બરંડાના અધ્યક્ષસ્થાને યોજાયો વન મહોત્સવ
મેઘરજ, અરવલ્લી : અરવલ્લી જિલ્લામાં પર્યાવરણ સંરક્ષણ, વન વિસ્તારના સંવર્ધન અને જનભાગીદારીથી હરિયાળી વધારવાના સંકલ્પ સાથે ૭૭મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી મેઘરજ ખાતે ઉત્સાહભેર કરવામાં આવી હતી. આદિજાતિ વિકાસ તથા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી પી.સી. બરંડાના અધ્યક્ષસ્થાને વન મહોત્સવ ઉજવાયો હતો.
વન મહોત્સવ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથોસાથ જિલ્લાના વિવિધ લાભાર્થીઓને ચેક, પ્રશસ્તિપત્ર અને પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યાં હતાં.
આ પ્રસંગે લોકોને સંબોધિત કરતાં મંત્રીશ્રી પી.સી. બરંડાએ જણાવ્યું હતું કે, દર વર્ષે આપણે વૃક્ષો વાવી વનવિસ્તારના વિસ્તરણ માટે કામગીરી કરીએ છીએ. આ વર્ષે ૩૫ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત પણ મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે આપણે સૌએ વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન અને સંવર્ધન કરવાનો સંકલ્પ લેવો જોઈએ. વન મહોત્સવ માત્ર વૃક્ષારોપણ પૂરતો સીમિત ન રહે, પરંતુ વાવેલા વૃક્ષોની યોગ્ય માવજત અને સંરક્ષણ દ્વારા તેને લોકભાગીદારીના અભિયાન તરીકે આગળ વધારવું જરૂરી છે.
કાર્યક્રમમાં લોકોને સંબોધિત કરતાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મયુર પટેલે સરકાર દ્વારા પર્યાવરણનું સંતુલન જાળવવામાં વૃક્ષો અને વનોની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, વધતું પ્રદૂષણ, જળસંકટ અને આબોહવામાં થઈ રહેલા ફેરફારો સામે વૃક્ષારોપણ તથા વન સંરક્ષણ અત્યંત મહત્વપૂર્ણ ઉપાય છે.
અરવલ્લી જિલ્લામાં વન મહોત્સવ અંતર્ગત વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કાર્યક્રમો યોજી નાગરિકો, શાળાઓ, સંસ્થાઓ તથા વિવિધ વિભાગોને વધુમાં વધુ વૃક્ષારોપણ માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. **‘વૃક્ષ વાવો, વૃક્ષ ઉછેરો અને પર્યાવરણ બચાવો’**ના સંદેશ સાથે જિલ્લાને વધુ હરિયાળો અને પર્યાવરણપ્રિય બનાવવાની દિશામાં સૌને સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મયુર પટેલ, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, જિલ્લા વન સંરક્ષકશ્રી, જિલ્લા તથા તાલુકાના પદાધિકારીઓ, સામાજિક વનીકરણ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : મયંક સોની
મો. નં. : ૯૮૯૮૨૪૫૧૪૫