અખંડ ભારત ન્યુઝ ગોંડલ
એક જ દિવસમાં ૩૫ થી ૪૦ હજાર કટ્ટા ની આવક થતા યાર્ડ છલકાયું: ખેડૂતોને ૫૦૦ થી ૯૦૦ સુધીના ભાવ મળ્યા
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની બમ્પર આવક
સૌરાષ્ટ્રભરના ખેડૂતો ડુંગળી લઈને ગોંડલ પહોંચ્યા યાર્ડ ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા અને કમિશન એજન્ટ એસો. પ્રમુખ યોગેશ કયાડા એ આપી માહિતી
ગોંડલ, માર્કેટિંગ યાર્ડમાં આજે ડુંગળીની જંગી આવક નોંધાઈ છે. મળતી માહિતી મુજબ આજે એક જ દિવસમાં ૩૫ થી ૪૦ હજાર કટ્ટા ડુંગળીની આવક થઈ છે, જેના કારણે માર્કેટિંગ યાર્ડમાં ભારે ભીડ જોવા મળી હતી.
સૌરાષ્ટ્રના અનેક ગામોમાંથી ખેડુતો પોતાની ડુંગળી લઈને વહેલી સવારથી ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા.
આજની હરરાજીમાં ખેડૂતોને ડુંગળીના પ્રતિ મણના ૫૦૦ રૂપિયાથી લઈને ૯૦૦ રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા. સારા માલના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
આ અંગે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન | અલ્પેશભાઈ ઢોલરીયા અને ગોંડલ યાર્ડ
કમિશન એજન્ટ એસોસિએશન ના પ્રમુખ યોગેશ કયાડા એ માહિતી આપી હતી કે ડુંગળીની આવક હજુ આગામી દિવસોમાં પણ વધવાની શક્યતા છે અને યાર્ડ દ્વારા ખેડૂતો માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
અખંડ ભારત ન્યુઝ રીપોર્ટર સમીર ગીલાણી ગોંડલ